સાબરકાંઠા જિલ્લાના હિરેનભાઈ પંચાલને પ્રકૃતિ સંરક્ષણ એવોર્ડ થી સન્માનિત કરાયા
*********
*ગુજરાતના 33 જિલ્લામાંથી 33 લોકોને પસંદ કરી એવોર્ડ અપાયા*
**********
હાલના આધુનિક યુગમાં પર્યાવરણ સંરક્ષણ એ ખૂબ જ અગત્યનો મુદ્દો બની ગયો છે ત્યારે પર્યાવરણ સંરક્ષણ માટે સતત કામગીરી કરતા વ્યક્તિઓનું સન્માન “પ્રકૃતિ સંરક્ષણ એવોર્ડ ૨૦૨૩” કાર્યક્રમ તિરુપતિ નેચરલ પાર્ક વિસનગર ખાતે યોજવામાં આવ્યો હતો.
ઉત્તર પ્રદેશ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ દ્વારા દરેક જિલ્લામાંથી પર્યાવરણ સંરક્ષણ માટેની સારી કામગીરી કરનાર મિત્રોને એવોર્ડ રોકડ રકમ અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતના ૩૩ જિલ્લા માંથી ૩૩ લોકોને પસંદ કરી આ એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં સાબરકાંઠા જિલ્લામાં હિરેનભાઈ પંચાલને “પ્રકૃતિ સંરક્ષણ એવોર્ડ-૨૦૨૩” તથા રૂ. ૧૧,૦૦૦ રોકડ આપવામાં આવ્યા હતો. પર્યાવરણ સંરક્ષણ માટે સારી કામગીરી કરનારા સાબરકાંઠા જિલ્લામાંથી પટેલ પ્રફુલભાઈ પક્ષીઓ સંરક્ષણ માટે સાથે વિશેષ સન્માન એવોર્ડ જાંબુડી ગામના હસમુખભાઈ પટેલને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા