GUJARATRAJKOTUPLETA

Upleta: “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” ઉપલેટાના હેત માટે આશીર્વાદ સમાન સાબિત થયો

તા.૬/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

કુપોષિત હેતના વજનમાં એક કિલોગ્રામનો વધારો થતાં તેના ચહેરા પર આરોગ્યની લાલાશ પથરાઈ

Rajkot, Upleta:ગુજરાત સરકારના “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” અંતર્ગત યોગ્ય માર્ગદર્શન અને પૂરતી સારવારથી બાળક દર્દીઓના આરોગ્યમાં સુધારા જોવા મળ્યા છે. આવો જ એક કિસ્સો છે ચાર વર્ષના હેતનો. હેત ઉપલેટા તાલુકાનાં જલારામનગરમાં રહે છે. હેત કુપોષણ તેમજ એનીમિયાથી પીડિત હતો. તેમજ તેના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના લીધે ખર્ચાળ સારવાર લઇ શકતો નહોતો.

આવા સમયે “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ”ની ઉપલેટા તાલુકાની ટીમની ફિલ્ડ વિઝીટ દરમિયાન હેતની સ્થળ પર યોગ્ય તપાસ કરાઈ હતી. જેમાં કુપોષિત બાળકના માપદંડ મુજબ હેત Sam with Saver Anemiyaનો ભોગ બન્યો હોવાનું નિદાન થયું હતું. આથી, હેતને R.B.S.K.ના વાહન મારફતે C.M.T.C., ધોરાજી ખાતે આગળની સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ડો. જયસુખભાઈ વાસાણી અને ડો. કોમલબેન હીરપરા દ્વારા મહેનત માંગી લે તેવું કાઉન્સીલીંગ કરાયા બાદ પરિજનો હેતને C.M.T.C., ધોરાજી ખાતે સારવાર માટે લઇ જવા રાજી થયા હતા. જેથી, હેતને ૧૪ દિવસની યોગ્ય સારવાર મળે.

હેતના સારવાર બાદ તથા સારવાર પહેલાના વજનની સરખામણી કરતા વજનમાં એક કિલોગ્રામનો વધારો થતાં, તેના ચહેરા પર આરોગ્યની લાલાશ જોવા મળી હતી. તે જોઈને હેતના પરિવારજનોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. હેતના પરિવાર દ્વારા આરોગ્ય વિભાગના R.C.H.O., T.H.O. સહીત R.B.S.K. ટીમના સભ્યો તેમજ કુપોષણમુક્ત અભિયાન માટે સરકાર પ્રત્યે આભાર વ્યકત કરાયો હતો. આમ, “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” હેત માટે આશીર્વાદ સમાન સાબિત થયો હતો, તેમ જિલ્લા આરોગ્ય શાખાની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button