બનાસકાંઠા ના પાલનપુરમાં યુદ્ધ નહીં પણ વિશ્વ શાંતિના સંદેશ માટે રેલી નિકળી


5 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના લોકનિકેતન રતનપુર, સોસાયટી ફોર ફાસ્ટ જસ્ટિસ બનાસકાંઠા જિલ્લા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ તથા ફાઉન્ડેશન યુવા જાગૃતિ અભિયાનના સંયુક્ત ઉપક્રમે યુદ્ધ નહિ વિશ્વ શાંતિના સંદેશ સાથે પાલનપુર જેડી મોદી કોલેજથી ગુરુ નાનક ચોક, સીમલા ગેટ, દિલ્હી ગેટ, સંજય ચોકથી રેલી નીકળી કલેકટર કચેરી પહોંચી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓને રાષ્ટ્રપતિ અને દેશના વડાપ્રધાન સુધી પહોંચાડવા રજૂઆત કરી હતી.આ અંગે અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે, વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે જે યુદ્ધો ચાલે છે, તેમજ દેશના મણિપુર રાજ્યમાં પણ અશાંતિ છે લાખો લોકો બેઘર થયા છે. હોસ્પિટલ પર બોમ્બમારો થાય છે હજારો નિર્દોષ બાળકો મરી રહ્યા છે આખી વિસ્તાર ભૂમિ છે તે રણભૂમિ જેવી થઈ ગઈ છે જેથી અમે ઇચ્છીએ છીએ કે, વિશ્વમાં શાંતિ થાય માટે યુદ્ધો બંધ થવા જોઈએ. કોઈપણ જગ્યાએ કોઈ પણ પ્રકારના સંઘર્ષ થવા જોઈએ નહીં જે માનવ જાતને ખુબજ હાનીકારક છે મિસાઇલ રોકેટોમાંથી અણુ વિસ્ફોટો નીકળે છે જે જાપાનનો દાખલો આપણી સામે છે હજુ પણ એ પેઢી પીડાય છે. આવતી પેઢીને એનાથી બચાવવા માટે રસાયણની ઘાતક અસરથી બચાવવા માટે અમે જુંબેશ આદરી છે વિશ્વ શાંતિ માટે આ જરૂરી છે કે યુદ્ધો અટકવા જોઈએ એટલા માટે અમે નીકળ્યા છીએ શાંતિનો સંદેશો લઈ અમે આવેદનપત્ર તૈયાર કર્યું છે જેમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને રજૂઆત કરી કે યુદ્ધ અટકાવવાનો પ્રયત્ન કરે.









