
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
દિવાળીનું પર્વ નજીક આવી રહ્યુ છે.દિવાળી પર્વ નિમિત્તે કોઈ અઘટિત ઘટના ન બને અને શાંતિ ન ડહોળાય તે હેતુથી સાપુતારા પોલીસની ટીમ એક્શન મોડમાં જોવા મળી રહી છે.દિવાળીના પર્વની તકેદારી ના ભાગરૂપે સાપુતારા પોલીસ સ્ટાફનાં કર્મીઓએ પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ.આજરોજ શામગહાન ખાતે આવેલ હાટ બજારમાં સાપુતારા પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરી દરેક સ્થળોનો તાગ મેળવ્યો હતો.જેમા સાપુતારા પી.એસ.આઇ.કે.જે.નિરંજન તથા અ. હે. કો.સંજયભાઈ ભોયે,વિનેશ ભોયે,જગદીશભાઈ સહિતનાં પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.હાલમાં સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ કે.જે.નિરંજન દ્વારા પોલીસ મથક હદ વિસ્તારમાં સાવચેતી રાખી પેટ્રોલિંગ હાથ ધરતા લોકોએ હાશકારો અનુભવ્યો છે..
[wptube id="1252022"]





