
વિજાપુર આર વી બેંગ્લોઝ મણિપુરા રોડ ગોગા બાપજી મંદિર પાસે આઠ લાખ ની લૂંટ કરી બાઇક સવારો ભાગી છૂટ્યા
બાઇક સવારો સીસી કેમેરા માં કેદ પોલીસ ને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મણિપુરા રોડ ઉપર શુક્રવારે સાંજે આઠ વાગ્યા ના સુમારે કાર નો પીછો કરતા બે બાઇક સવારો એ કાર ને ટક્કર મારી કાર ચાલક સાથે તકરાર કરી અન્ય બાઇક લઈને સાથે આવેલા બાઇક સવારો એ ધંધામાં ભરવા ના આઠ ની લૂંટ કરી ભાગી જતા ચકચાર જગાવી છે લૂંટારુંઓ સીસી કેમેરામાં કેદ થતા પોલીસે સીસી કેમેરા નો આધારે લૂંટારું ઓ ને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી આ અંગે મળતી આર વી બંગલોઝ માં રહેતા રાહુલભાઈ જયંતી ભાઈ પટેલ ધંધાકીય વ્યવહાર માટેના રૂપિયા બેન્ક માંથી લઈને તેઓની ટી બી રોડ થી ધેર આવી રહ્યા હતા તે સમયે કારનો પીછો કરી રહેલા બાઇક સવારે કારને ગોગા બાપજી ના મંદિર પાસે મણિપુરા રોડ ઉપર ટક્કર મારી કાર ચાલક સાથે તકરાર ઉભી કરી અન્ય સાથે આવેલ બાઇક સવારે કાર માં મૂકેલ રૂપિયા આઠ લાખ જેટલી રોકડ ની લુંટ ચલાવી ભાગી જતા સીસી કેમેરા માં કેદ થઈ ગયા હતા લૂંટ ની જાણ પોલીસ ને કરતા સ્થળ ઉપર લાગેલા સીસી કેમેરા ની તપાસ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે





