
૩-નવેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
ગાંધીધામ કચ્છ :- પુર્વ કચ્છ એસ.ઓ.જી.ટીમને મળેલ બાતમી હકીક્ત આધારે અંજાર વિસ્તારમાં આવેલ માધવનગર શાંતિધામ ખાતે રહેતા ભરતભાઈ ધારશીભાઈ દેવીપૂજક,(ઉ.વ.૩૦).તે પોતાના કબ્જા ભોગવટાના રહેણાંકના મકાન.નં.૧૯૬,માધવનગર,શાંતિધામ વાળા ઘરમાં રહેતા આરોપીએ ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો રાખી ગે.કા. રીતે વેચાણ પ્રવૃત્તિ કરતો હોય જેથી તેના રહેણાંકના મકાનમાં રેઇડ કરી તપાસ કરતા તેની પાસેથી ગાંજો વજન ૮૪૦ ગ્રામ કિ.રૂ.૮,૪૦૦/-નોએમ કુલ,કિ.રૂ,૧૨૦૫૦.નો મુદ્દામાલ સાથે મળી આવેલ હોય જેથી સખ્સ વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની તપાસ અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામા આવેલ.
રાઉન્ડ અપ કરેલ આરોપીનો ગુનાહીત ઇતિહાસ
ગાંધીધામ બી.ડીવીઝન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૦૧૪૯/૨૦૧૯ ઈ.પી.કો.કલમ-૩૨૩,૩૨૪, ૧૧૪,૫૦૪,૧૩૫ મુજબ.










