
3-નવેમ્બર
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ કચ્છ :- કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠી છે. અંજાર તાલુકાના દુધઈમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનો આંચકો 4.1ની તીવ્રતાના પગલે સ્થાનિક લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. નોંધનીય છે કે, ગઈકાલે જ બુધવારે દુધઇ પાસે 2.08ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો આવ્યા હતો.પ્રાપ્ત માહિતી પ્રમાણે કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના દુધઈથી 29 કિલોમીટર દૂર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ દુધઈથી 29કિલોમીટર દૂર નોંધાયું છે.

[wptube id="1252022"]









