GUJARAT

જંબુસર એસ.ટી.ડેપો મા ફરજ બજાવતા ડેપો મેનેજર ને તાજેતર મા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના કાર્યક્રમ ને અનુલક્ષી ને દાંતીવાડા સીસી મા ખામી યુકત વાહન મોકલવા સંદર્ભે વિભાગીય નિયામકે તાત્કાલિક અસર થી સસ્પેન્ડ કરતા જંબુસર ડેપો મા ચકચાર વ્યાપી ગઈ

જંબુસર એસ.ટી.ડેપો મા ફરજ બજાવતા ડેપો મેનેજર ને તાજેતર મા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના કાર્યક્રમ ને અનુલક્ષી ને દાંતીવાડા સીસી મા ખામી યુકત વાહન મોકલવા સંદર્ભે વિભાગીય નિયામકે તાત્કાલિક અસર થી સસ્પેન્ડ કરતા જંબુસર ડેપો મા ચકચાર વ્યાપી ગઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના તાજેતર મા અંબાજી ખાતે યોજાયેલ કાર્યક્રમ ને અનુલક્ષી ને ભરૂચ ડીવીઝન માથી ૫૦ બસ પૈકી ૧૧બસ જંબુસર એસ.ટી.ડેપો ધ્વારા તાલુકા પંચાયત દાંતીવાડા ખાતે સીસી અન્વયે મોકલવા ની હોય ૧૧ બસો ને એકદમ સારી સ્થિતિ મા યોગ્ય મેન્ટેનન્સ કરી મીકેનીકલી વર્ધી લાયક તંદુરસ્ત કરી રવાના કરવા ની વિભાગીય નિયામક ની કચેરીએ થી જંબુસર ડેપો મેનેજર આર.એન. પટેલ ને સુચના હોવા છતાંય દાંતીવાડા સીસી મા રવાના કરેલ ૧૧ બસ પૈકી વાહનનંબર ઝેડ-૬૯૦૨ નુ કન્ડકટર સાઈડનુ રીઅર ટાયરના સ્ટડ ઢીલા થઈને ટાયર નીકળી ગયેલ હતુ,વાહનનંબર ઝેડઃ–૮૧૮૭-બેટરી બ્લાસ્ટ થઈને ફુટી ગયેલ હતી, તથા વાહનનંબર-ઝેડ-૬૧૧૨-બ્રેક બુસ્ટરની પાઈપ ફાટી ગયેલ હતી,આમ ઉપલી કચેરીએ થી આપેલ સુચનાઓ ની ગંભીરતા ન લઈ ખામીયુકત સી.સી.માં વાહન આપવા અંગે ડેપો ખાતેના ડેપો મેનેજર આર.એન પટેલ ના હાથ નીચેના કામદારો પાસેથી કામ લેવા ની અણઆવડત તથા નબળાં સુપરવીઝન ના કારણે મુસાફર જનતા માં નિગમની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગતા તથા ઉચ્ચ અધિકારીઓ એ નારાજગી વ્યકત કરેલ હતી. જે બાબતે ડેપો મેનેજર આર.એન પટેલ ને સંર્પુણપણે જવાબદાર ગણી તેઓ ને એસ.ટી ભરૂચ ના વિભાગીય નિયામક એસ.વી. ચૌહાણે તાત્કાલિક અસર થી ફરજ મોકુફ (સસ્પેન્ડ) કરતા જંબુસર એસ.ટી.ડેપો મા ચકચાર વ્યાપી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા ૧૧-૧૦ ના રોજ વિભાગીય નિયામક ની જંબુસર ડેપો ની મુલાકાત દરમ્યાન ડેપો મા સફાઈ યોગ્ય ન જણાઈ આવતા વિભાગીય નિયામકે જંબુસર ડેપો મેનેજર આર.એન પટેલ ને સસ્પેન્ડ કર્યા હતા.આમ એક માસ મા બીજીવાર ડેપો મેનેજર આર.એન પટેલ ને ફરજ મોકુફ કર્યા હતા.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button