
કેશોદ રાધે ક્રિષ્ના ગૌશાળા હોસ્પિટલ દ્વારા ફટાકડાના વેચાણ સ્ટોલ ની શુભેચ્છા મુલાકાત કરતા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા, મહામંત્રી ગૌરાંગભાઈ વ્યાસ, વિનુભાઈ વેકરીયા તેમજ ગૌશાળાના પ્રમુખ દિનેશભાઈ દેવાણી દ્વારા જણાવવામાં આવ્યું કરોડો રૂપિયાના ફટાકડા ખરીદી કરી અને ઓછા નફે ફટાકડાનું વેચાણ કરી અને જે રકમ વધે તે રકમ હોસ્પિટલના લાભાર્થે વાપરવામાં આવે છે તેમાં બે હેતુસર આ સ્ટોલ કરવાનો મુખ્યત્વે છે કે નાના પરિવારોને ઓછા ભાવે ફટાકડા મળી રહે અને તે ફટાકડાની આવક થાય તેમાંથી હોસ્પિટલનો નિભાવ રહે તે હેતુસર આ ફટાકડાનો સ્ટોલ દર વર્ષે કરવામાં આવે છે તેમાં કેશોદના મોટા ઉદ્યોગપતિઓ પોતાની જાત મહેનતથી આ સ્ટોલ નું સંચાલન કરે છે. તે બદલ સૌને ધારાસભ્ય દેવાભાઈ માલમ શુભેચ્છા પાઠવી હતી
રિપોર્ટ : અનિરૂધ્ધ સિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]









