BANASKANTHAGUJARATPALANPUR

એલ.વી. નગરશેઠ હાઈસ્કૂલ સમૌ મોટા ખાતે શરદ પૂનમ નિમિત્તે કન્યા પૂજન અને ગરબા નું આયોજન કરવા માં આવેલ

31 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી એલ.વી. નગરશેઠ હાઈસ્કૂલ સમૌ મોટા ખાતે શરદ પૂનમ નિમિત્તે કન્યા પૂજન અને ગરબા નું આયોજન કરવા માં આવ્યું હતું. તારીખે. 28 ઓક્ટોબર 23 ને શનિવારના રોજ નવદુર્ગા સ્વરૂપી કન્યા પૂજન કરી જગતજનની જગદંબા ની આરતી કરી હતી. શાળાના પ્રધાનાચાર્યશ્રી નટુભાઈ જોશી દ્વારા નવદુર્ગા સ્વરૂપી કન્યા પૂજન વિશે વિદ્યાર્થી ભાઈ બહેનોને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ શાળાના વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા સ્ટાફ મિત્રોએ નવરાત્રી મહોત્સવની ધામ ધૂમ થી ઉજવણી કરી હતી, અને છેલ્લે પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button