
વિજાપુર શહેરમાં કેપી પટેલ સેકન્ડરી સ્કૂલ એસયુ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા સરદાર પટેલ જયંતી ની ઉજવણી કરાઇ

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર કેપી પટેલ સેકન્ડરી અને એસ યુ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓ એ પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી હાઈવે રોડ ઉપર આવેલા સરદાર ના બાવલા ને પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવણી કરવા માં આવી હતી જેમાં આશ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત કે પી પટેલ કે પી પટેલ સેકન્ડરી અને એસ યુ પટેલ ઉ મા શાળા નો સ્ટાફગણ, વિદ્યાર્થીઓ તેમજ ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહી કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો. શાળાના શિક્ષકમિત્રો ગૌતમભાઇ તેમજ શાળા ની શિક્ષિકા બેન ઉર્વશીબેન તેમજ વિદ્યાર્થીની ચેલ્સી એ ઉત્તમ વકતવ્ય રજૂ કરવા બદલ આચાર્ય કંદર્પભાઇ પટેલે વખાણ કર્યો હતો.આ પ્રસંગે નગરના શ્રેષ્ઠીજનો તેમજ અધિકારી ઓ ઉપસ્થિત રહીને પ્રોત્સાહન આપ્યું હતું.તેમજ ટ્રસ્ટી જે પી પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ પટેલે પ્રાસંગિક ઉત્તમ વકતવ્ય રજૂ કર્યુ હતુ.વિદ્યાર્થીઓએ સરદાર સાહેબની પ્રતિમાને વંદન કરી આદર પૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી





