GUJARATJUNAGADHKESHOD

શ્રી લેઉવા પટેલ મહિલા મંડળ કેશોદ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવેલ

લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા સ્ત્રીમાં રહેલી કળાને બહાર લાવવા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમ કરવામાં આવે છે. ત્યારે લેઉવા પટેલ સમાજ ખાતે શ્રી લેઉવા પટેલ મહિલા મંડળ કેશોદ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં આરતી ડેકોરેશન બેટી બચાવો બેટી પઢાવો ચિત્ર સ્પર્ધા તેમજ બાગાયત વિભાગમાંથી કૃષિ વિષય કિચન ગાર્ડનિંગ બાલ્કની ગાર્ડનિંગ તેમજ ઘર આંગણે શાકભાજી પાકો જેવા વિષયો પર તાલીમ આપવામાં આવી બાગાયત અધિકારી શ્રી રાજેશભાઈ ચૌહાણ હાજર રહેલ તેમજ આરતી ડેકોરેશન સ્પર્ધામાં 25 બહેનો અને બેટી બચાવો બેટી પઢાવો ચિત્ર સ્પર્ધામાં 25 દીકરીઓએ ભાગ લીધેલ જેમાં બધાને ઇનામ આપી પ્રોત્સાહિત કરેલ જેમાં નિર્ણાયક તરીકે સૌંદર્ય બ્યુટી પાર્લર વાળા કંચનબેન પાઘડાર, સજદે બ્યુટી પાર્લર મધુબેન, એફિલ બ્યુટી પાર્લર તરુણાબેન સાવલિયા અને મિતલબેન ચોવટીયાએ સેવા આપેલ આ ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા બહોળી સંખ્યામાં બહેનો હાજર રહેલ આ કાર્યક્રમને મુખ્ય હેતુ બેટી બચાવો બેટી પઢાવો થીમ સ્પર્ધા થી સમાજને એક સંદેશો પૂરો પાડેલ મહિલાઓ માં રહેલી શક્તિને ખીલવવા આર્થિક રીતે પગભર કરવા મહિલા મંડળ પ્રયત્ન કરે છે. જે લેઉવા પટેલ મહિલા મંડળ ના પ્રમુખ શારદાબેન રાખોલીયા તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળ  લેઉવા પટેલ સમાજની બહેનો માટે સતત પ્રયત્નશીલ રહે છે

રિપોર્ટર : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

 

 

[wptube id="1252022"]
Back to top button