DANGGUJARATWAGHAI

Waghai: ગીરાદાબદર ગામે એક વર્ષ પહેલા વેચાણ કરેલ કાર ના પૈસા ન ચૂકવતા પોલીસ ફરિયાદ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં ગીરાદાબદર ખાતે સપ્ટેમ્બર -૨૦૨૨માં સેકન્ડમાં ફોરવ્હીલનું વેચાણ કરવામાં આવ્યું હતુ. પરંતુ આજ દિન સુધી કારના ખરીદ પેટેની રકમ અને લોનની રકમ ચૂકવવામાં આવેલ નથી. ત્યારે વિશ્વાસઘાત અને છેતરપિંડી થતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.વઘઈના ગીરાદાબદર ગામના સંતુ રામલ ચૌધરી એ ત્રણેક વર્ષ પહેલા એક સેકન્ડ હેન્ડ રેનોલ્ટ ગાડી નં.GJ-05-JC-1882  વાંસદા ખાતેથી ખરીદી હતી.જે ગાડી  આશરે એક વર્ષ પહેલા વેચાણ કરવા માટે કાઢેલ ત્યારે ગાડી લે – વેચનું કામ કરનાર  દલાલ સંજય ધનસુખ પટેલ (રહે. બેડારાઇપુરા, તા. ડોલવણ જી.તાપી)  નો સંપર્ક કર્યો હતો .જે ગીરાદાબદર ખાતેથી સંજય પટેલ ગાડી લઇ ગયો હતો.અને ગાડીના વેચાણની બાહેંધરી આપી હતી. ત્યારબાદ આશરે પંદર દિવસ પછી સંજયને  ગાડી વેચાણ બાબતે પુછતા સંજયે કહ્યું હતું  કે, ગાડી હજુ સુધી વેચાઇ નથી. પરંતુ તેમના ઓળખાણના મિત્ર  મુન્ના મેમણ (રહે. બુહારી,તા.વાલોડ જી. તાપી) ગાડી લેવા તૈયાર છે.જે બાદ સંજયને મળવા સંતુ ચૌધરી અનાવલ ખાતે ગયા હતા ત્યાં સંજયએ જણાવેલ કે, ગાડી ચાલુ થતી નથી. જેથી ગાડી ટોચન કરી બુહારી લઇ જવી પડશે. બુહારી ખાતે ગાડી ટોચન કરી લઇ જવામાં આવી હતી. ત્યાં સંજયએ સંતુની ઓળખાણ મુન્ના મેમણ સાથે કરાવી હતી. અને મુન્નાએ જણાવેલ કે, તેમની પાસે ગાડી ખરીદવા માટે ગ્રાહક તૈયાર છે.જે બાદ ગાડીના સોદાની રકમની વાતચીત થતા સંતુ ચૌધરી એ  ગાડીના રોકડા રૂપિયા ૮૦,૦૦૦/-  તથા વાંસદા એ.યુ.બેંકની લોન રૂપિયા ૨,૮૦,૦૦૦/-  ગાડી લેનારએ ભરવાના રહેશે તેવુ નક્કી કર્યું હતું.અને  મુન્ના મેમણ એ  તેની સાથેના માણસોને બોલાવી વેચાણ કરાર  અને તેના  નોટરી કરવા માટે ડોલવણ  જવુ પડશે. તેવુ કહ્યું હતું જેથી સંતુ તથા શંકર પાહુજ્યા કાકડ એ મુનાફ સાથે ડોલવણ ગયા હતા. ત્યાં નોટરી સમક્ષ મુન્ના એ વિશ્વાસ સંપાદન કરી કહેલ કે, તમો વઘઇથી આવો છો અને નોટરી કરવામાં સમય લાગશે અને તમને ઘરે જવામાં ખુબજ મોડુ થશે તો તમે મારા ઉપર ભરોશો રાખો, સંજય સાથે મારા ઘણા જુના સબંધો છે, તમારા ગાડીના વેચાણના રૂપિયા ક્યાંય જવાના નથી, આવતીકાલે સવારે તમારા ગાડીના રૂપિયા ૮૦,૦૦૦/- મળી જશે અને લોનના રૂપિયા પણ  ભરી દઇશુ તેમ કહી સંતુને વિશ્વાસમાં લઇ વેચાણ કરારમાં કોઇપણ પ્રકારનું લખાણ કરાવ્યા વગર વેચાણ કરારના છેલ્લા પાના ઉપર પહેલી સહી તરીકે સંતુ ચૌધરી તથા સાક્ષી તરીકે બીજી સહી શંકરની લઇ લીધી હતી.અને  સંતુ અને તેના મિત્રને ત્યાં થી રવાના કરી દીધા હતા.બીજા દિવસે તા.૨૨/૦૯/૨૦૨૨ ના રોજ મુન્ના તથા સંજયએ ગાડી વેચાણના રૂપિયા બુહારી ખાતે આવી લઇ જવાનુ કહ્યું હતું.જેથી સંતુ ચૌધરી  પેમેન્ટ લેવા માટે ગયેલ પરંતુ મુનાફએ કહ્યું હતું કે,વેચાણ દસ્તાવેજ અને ગાડીનુ પેમેન્ટ આવેલ નથી, ગાડી લેવા વાળો હિમાંશુ ધર્મેશ પટેલ (રહે. ૧૯૮, સિધ્ધિ રેસીડેન્સી, શુગર ફેક્ટરી,કિમ રોડ સુરત ) મારો ઓળખીતો છે. અને પંદર દિવસ પછી આવી રૂપિયા આપી દેવાનો વાયદો કરેલ હતો. ત્યાર બાદ પંદર દિવસ પછી સંતુ ચૌધરી  બુહારી ખાતે મુન્ના ના ઘરે ગયા હતા અને  રૂપિયાની માંગણી કરી હતી ત્યારે મુન્ના એ કહેલ કે, કેવા રૂપિયા અને કેવી ગાડી ? હવે પછી બુહારી વિસ્તારમાં દેખાશો નહી અને જો અહીં આવ્યા તો તમને જાનથી મારી નાખીશ. ત્યારબાદ સંતુએ ગાડી વેચાણ લેનાર હિમાંશુને પણ ફોન કરી  રૂપિયાની માંગણી કરી હતી ત્યારે હિમંશુએ ફોન પર અપશબ્દો બોલી ઝગડો કર્યો હતો.અને  તમારાથી થાય તે કરી લેજો, તમારી ગાડી સુરતના મોટા ચિટર ઇમરાન ઉર્ફે મિર્ચીને આપી દિધી છે હવે પછી મને ફોન કરશો તો મારા મળતીયા દ્રારા તમારૂ અપહરણ કરાવી જાનથી મરાવી નાખીશ. ત્યારબાદ સંતુ ચૌધરીએ અવાર-નવાર સંજય, હિમાંશુ તેમજ મુન્ના મેમણ ને સંપર્ક કરી પૈસા ક્યાં તો કાર આપી દેવામાં આવે તેવી કહેવામાં આવ્યું હતું.પરંતુ આજ દિન સુધી ગાડી કે ગાડીના પૈસા આપવામાં આવેલ નથી.ત્યારે સંતુ ચૌધરીએ સંજય,મુન્ના અને હિમાંશુ વિરુદ્ધ છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.વઘઈ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

[wptube id="1252022"]
Back to top button