GUJARATMEHSANAVIJAPUR

વરવાડા ખાતે શ્રી ભારદ્વાજ ગોત્ર પરિવાર ચામુંડા કુળદેવી ટ્રસ્ટ મંડળ દ્વારા પાટોત્સવ ઉજવાયો ટ્રસ્ટ મંડળ દ્વારા આયોજીત 43 મા પાટોત્સવ

વરવાડા ખાતે શ્રી ભારદ્વાજ ગોત્ર પરિવાર ચામુંડા કુળદેવી ટ્રસ્ટ મંડળ દ્વારા આયોજીત 43 મા પાટોત્સવ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
શ્રી ભારદ્વાજ ગોત્ર પરિવાર ચામુંડા કુળદેવી સેવા મંડળ દ્વારા 43 મા પોટાત્સવની ઉજવણી વરવાડા ચામુંડા માતાજી ધામ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉધોગમંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા
બલવંતસિંહ રાજપૂતે માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. આ પાટોત્સવ તથા યજ્ઞના દાદાતશ્રી હાર્દિક દીલીપભાઇ જનાર્દન દવે દ્વારા સહકાર મળ્યો તે બદલ આભાર વ્યક્ત કરાયો હતો.
બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજે મારા માટે આનંદનો દિવસ છે. આ પવિત્ર ભૂમિ ઉપર આવવાનો મોકો મળ્યો છે તેનો વિશેષ આનંદ છે. ધર્મની ભાવના સાથે રાષ્ટ્ર મહાસત્તા બનવા જઇ રહ્યું છે. દેશના નાગરિકોની સુખ,શાંતિ અને સલામતી માતાજીને પ્રાર્થના કરૂ છું.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે નીતાબને નગરપાલિકા પ્રુખ,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર,પૂર્વ નગરપાલિકા પ્રમુખ હેમંત શુક્લ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અજીતભાઇ મારફતીયા, સંસ્થાના પ્રમુખ મણીલાલ આર જોષી,ઉપપ્રમુખ અરવિંદભાઇ શુક્લ અને મંત્રી દેવેન્દ્રભાઇ દવે સહિત કાર્યવાહક મંડળ ઉપસ્થિત રહ્યું હતું,

[wptube id="1252022"]
Back to top button