
27 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
તાજેતરમાં લેઉવા પાટીદાર સમાજની ઉત્તર ગુજરાતની નામાંકિત સંસ્થા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા મહિલા કોલેજના લાભાર્થે કન્યા કેળવણી રથનું સુવિચારું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ સંદર્ભે શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર દ્વારા વિવિધ આયોજનો થઈ રહ્યા છે. કન્યાઓને પાલનપુરના ઘર આંગણે જ ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવા ઉદ્દેશ સાથે થનાર આ આયોજન નાં ભાગરૂપે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલની દીકરીઓ નાં વરદ હસ્તે આજ રોજ શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળની વેબસાઇટ નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.આ વેબસાઈટમાં લેઉવા પાટીદાર સમાજના ઇતિહાસ સહિત ગ્રામ્ય જીવન ના વિવિધ સંસ્કારો અને ભાતીગળ પરંપરાની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. આ લોંચિંગ પ્રસંગે મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ સહિત તમામ વિભાગના આચાર્ય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.









