ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ નગર સહીત તાલુકામા કથિત ખનિજ માફીયાઓ બેફામ બન્યા તંત્રના આંખે ગુલાબી ગોગલ્સ ?બિન અધિકૃત થઇ રહયું છે વેચાણ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

મેઘરજ નગર સહીત તાલુકામા કથિત ખનિજ માફીયાઓ બેફામ બન્યા તંત્રના આંખે ગુલાબી ગોગલ્સ ?બિન અધિકૃત થઇ રહયું છે વેચાણ

હાલ અરવલ્લી જિલ્લામાં ખનીજ નું વેચાણ ભરપૂર ચાલી રહ્યું છે પણ નવાઈની વાત એ છે કે શું ખનીજ નું વેચાણ પાસ પરમીટ દ્વારા થાય છે કે પછી તંત્ર ને હાથમાં લઇ ને ખનીજ માફિયાનો વેચાણ કરી રહ્યાં છે…? તેવા સવાલો આજે ઉભા થયા છે

મેઘરજ નગર તેમજ તાલુકા સહીત તાલુકામા કેટલાક કથિત ખનિજ માફીયાઓ બેફામ બન્યા છે અને મળતી માહિતી અનુસાર કેટલાક ખનીજ માફિયાઓ પાસ પરમીટ વગર રેતી તેમજ કપચી નું વેચાણ કરી રહ્યા છે અને તંત્રના આંખે ગુલાબી ગોગલ્સ ? હોય એવી રીતે અરવલ્લી જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ જોઈ રહ્યું છે જેમાં હાલ સોશિયલ મીડિયામાં રોડ પર ખનીજ નો વેપલો કરતા અને મસ મોટા ઢગલા જોવા મળતા ફોટા અને વિડિઓ વાયરલ થઇ રહ્યા છે તો રસ્તાઓ પર ઓવર લોડિંગ અને પાસ પરમીટ વગરના ખનીજ ભરેલા ડમ્પર પોતાનો અડ્ડો જમાવી બેસી રહ્યા છે અને ખનીજ વિભાગ નો ડર રાખ્યા વગર વેપલો કરી રહ્યા છે જેમાં માલપુર રોડ થી માંડી પંચાલ રોડ અને ઉંડવા રોડ થી માંડી મોડાસા રોડ પર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કથિત ગેરકાયદેસર ખનિજનો બેફામ વેપલો જોવા મળી રહયો છે જેને લઇ કથિત ગેરકાયદેસર ખનિજ વેચાણ ને લઈને તંત્ર ના આંખ આડા કાન હોય તેવું લાગી રહયું છે ત્યારે મેઘરજ નગર તેમજ તાલુકામાં કથિત રીતે ગેરકાયદેસર ખનિજ નો વેપલો કરતા ઈસમો પર કોના છુપા આશીર્વાદ..?નગર ના માલપુર રોડ સહિત વિસ્તારોમાં કથિત રીતે સરા જાહેર થતા ખનિજ ના આ વેપલો અધિકારીઓ ની નજર માં કેમ નથી આવી રહ્યો ? તેવી ચર્ચા પણ જામી છે જેને લઇ કથિત ખનિજ ચોરી કરી સરકારી તિજોરી ને નુકસાન પહોચાડતા ઈસમો પર કાર્યવાહી ક્યારે..?

ખનીજના જાહેરમાં વેપાર અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના મન ચૌધરી ને ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હું છેલ્લા એક મહિનાથી રજા પર છું અને ચાર્જ બીજા ભાઈ જોડે છે, વધુમા અન્ય રોયલ્ટી ઈંસ્પેક્ટર ધવલભાઈ જોડે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો પરંતુ ફોન રિસીવ ન કરતા આ બાબતે કોઈ જવાબ મળ્યો ન હતો ત્યારે અરવલ્લી જિલ્લા હાલ મેઘરજ તાલુકામાં બીન અધિકૃત ખનીજના વેચાણ પર હાલ કોના આશીર્વાદ છે એ હવે જોવાનું રહ્યું શું અધિકારીઓ ની મીલી ભગત થી તો ખનીજ માફિયાઓ બેફામ તો નથી બન્યા ને..? ત્યારે આ બાબતે જો અચાનક વિજિલન્સ ટિમ દ્વારા તપાસ થાય તો ખનીજ નો મસ મોટો કૌભાંડ બહાર આવી શકે છે

 

[wptube id="1252022"]
Back to top button