BANASKANTHAGUJARATPALANPUR

વિનય વિદ્યા મંદિર થરા ખાતે નવરાત્રીની સમૂહ આરતી અને ગરબા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

24 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલ વિનય વિદ્યા મંદિરમાં માં શક્તિનુ આરાધ્યા પર્વ એટલે નવરાત્રી ના ગરબા અને સમૂહ આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આપ્રસંગે શાળાના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ડીજે ના તાલે સુંદર રીતે ગરબા રમીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.ગરબા મહોત્સવ અને સમૂહ આરતી ના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શાળા મંડળના પ્રમુખશ્રી અને માર્કેટ સમિતી થરા ના ચેરમેનશ્રી અણદાભાઈ આર.પટેલ, મંડળના ઉપપ્રમુખ શ્રી કરશનભાઈ પટેલ,રિયાબેન પટેલ,પૂર્વ આચાર્ય શ્રી ઇશ્વરભાઇ બી.પટેલ,આચાર્ય શ્રી હરેશભાઇ ચૌધરી, નટવરભાઈ શેખલીયા, નાથાભાઈ પટેલ ,નરેશભાઈ પટેલ તેમજ શાળાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહી આ ગરબા મહોત્સવ ના કાર્ય ક્રમને સફળ બનાવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button