
વિજાપુર ખરોડ ગામના આધેડ નું હાર્ટ એટેક થી મોત
હાર્ટ એટેક ના બનાવો બનતા તંત્ર જાગૃત બને તે જરૂરી

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ખરોડ ગામના સ્વાધ્યાય પરિવાર ના અગ્રણી નું હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતુ તાલુકામાં હાર્ટ એટેક ના બનાવ ને પગલે સ્વસ્થ્ય ને લઈને લોકોમાં ચિંતા ઉભી થવા પામી છે નાની ઉંમર વાળા કે મોટી ઉંમર વાળા હોય તેવા લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા હોઈ આરોગ્ય તંત્ર સત્વરે આ અંગે લોકોના સ્વસ્થ્ય માટે ગાઈડ લાઇન જાહેર કરે અને તેની સામે યોગ્ય કામગીરી શરૂ કરે રાજ્યમાં સામાન્ય દિવસો કરતા હાર્ટ એટેક ના બનાવો વધી રહયા તેને અટકાવવું જરૂરી બન્યું છે તાલુકાના ખરોડ ગામના સ્વાધ્યાય પરિવાર ના દશરથ ભાઈ ભગવાન ભાઈ પટેલ ને છાતી માં સામાન્ય દુખાવવા બાદ સારવાર માટે લઈ જતા મોત નીપજ્યું હતુ જેને લઇને સ્વાધ્યાય પરિવાર ના લોકોમાં શોક ની લાગણી જન્મી હતી હાર્ટ એટેક ના બનાવ ને પગલે લોકોમાં પણ સ્વસ્થ્ય ને ચિંતા ઉભી થવા પામી છે આરોગ્ય વિભાગ તંત્ર માટે પણ ચિંતા નો વિષય બન્યો છે





