
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યમાં વિવિધ સ્થળે “મારી માટી મારો દેશ”* કાર્યક્રમો યોજાયા બાદ હવે પ્રદેશ સ્તરનો સૌથી મોટો “મારી માટી મારો દેશ” કાર્યક્રમ ૨૭ ઓક્ટોબર શુક્રવારે, અમદાવાદ રિવરફ્રન્ટ, ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશે. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા તેમજ ડાંગ જિલ્લામાંથી બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહે તે માટે આહવાના સર્કિટ હાઉસમાં જિલ્લા સંગઠન પ્રભારી રાજેશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લાના પત્રકારોની બેઠક મળી હતી. જેમાં સંગઠન પ્રમુખ કિશોરભાઈ ગાવિત તથા મહામંત્રી હરિરામભાઈ સાવંત, રાજેશભાઈ ગામીત સહિત મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા
[wptube id="1252022"]





