AHAVADANGGUJARAT

વઘઇમા ફોરેસ્ટ કર્મીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
“સ્વચ્છતા હી સેવા અભિયાન” અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમા રાજ્યના લોકો નિર્મળ અને સ્વચ્છ ગુજરાતનો સંકલ્પ લઇ રહ્યા છે. સાથે જ “સ્વચ્છતા હી સેવા” અભિયાનને બહોળા પ્રમાણમા જનસમર્થન મળી રહ્યુ છે.

“સ્વચ્છતા હી સેવા અભિયાન” ના ભાગરૂપે ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે ફોરેસ્ટ કર્મીઓ દ્વારા વઘઇ મેઇન સર્કલની આજુબાજુમા કચરાની સાફ સફાઈ હાથ ધરવામા આવી હતી.
સ્થાનિકોની સાથે સરકારીકર્મીઓ પણ આ સ્વચ્છતા અભિયાનમા હોંશભેર ભાગ લઈને આ અભિયાનને સમર્થન આપી રહ્યા છે.

[wptube id="1252022"]
Back to top button