BANASKANTHAGUJARATPALANPUR

રસાણા નાના પ્રાથમિક શાળામાં નવરાત્રી ગરબા મહોત્સવ યોજાયો

23 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

રસાણા નાના પ્રાથમિક શાળામાં શનિવારના દિવસે નવરાત્રી મહોત્સવ અંતર્ગત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.બાલવાટિકા તથા ધોરણ 1 થી 8 ના બાળકો ટ્રેડિશનલ કપડા તથા રંગબેરંગી નવાં કપડાંમાં સજ્જ થઈ આવ્યાં હતાં. શાળાના શિક્ષક ગણ તથા બાળકો દ્વારા સૌ પ્રથમ આરતી આરતી કરવામાં આવી હતી ત્યાર બાદ બૂંદી અને સેવ નો પ્રસાદ આપવામાં આવ્યો હતો. ડી.જે.નાં તાલે સૌ ગરબા રમવા જોડાયા હતા. બાલ વાટિકા ના ભૂલકાં તથા ધોરણ 1થી8નાં બાળકો અને શિક્ષક ગણ ખૂબ જ આનંદ, ઉત્સાહથી ગરબામાં જોડાયા હતા. રસાણા નાના પ્રાથમિક શાળા ઇનોવેટિવ તથા ઉત્સાહી શિક્ષકની પ્રકાશભાઈ સોલંકી પણ નાના ભૂલકાઓ સાથે મન મૂકીને ગરબા રમ્યા હતા. સાથે આચાર્યશ્રી તથા સમગ્ર શાળાના સ્ટાફ ગણ સાથ સહકાર આપ્યો હતો. બાળકોએ ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર સમા નવરાત્રિ ગરબે ઘુમી માં અંબાની આરાધના કરી હતી.

[wptube id="1252022"]
Back to top button