
22-ઓકટો.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ કચ્છ :- કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2023 થી 4% વધારો મંજૂર કરેલ છે જે અન્વયે દિવાળીના તહેવારો પહેલા વિજયા દશમીની ભેટ સ્વરૂપે ગુજરાત રાજ્યના શિક્ષક તથા કર્મચારીઓને કેન્દ્ર સરકારના ધોરણે જુલાઈ 2023 થી 4% મોંઘવારી વધારો કરી મોંઘવારી 42% ની જગ્યાએ 46% કરવા સત્વરે મંજૂરી આપવામાં આવે તેવી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ તેમજ મહામંત્રી મિતેશભાઈ ભટ્ટ દ્વારા મુખ્યમંત્રીશ્રી ને કરેલ રજુઆતને કચ્છ જિલ્લાના શિક્ષકો વતિ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છના વિવિધ સંવર્ગો પૈકી પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ રામસંગજી જાડેજા, મહામંત્રી રમેશભાઈ ગાગલ,સરકારી માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ નયનભાઈ વાંઝા,મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની,મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર, HTAT સંવર્ગ અધ્યક્ષ ભરતભાઈ ભૂરીયા અને મહામંત્રી દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો અને વહેલી તકે માંગણી સંતોષાય તેવો આશાવાદ રજૂ કર્યો હતો.







