તા.૧૯/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
કોઈ લાભાર્થી સરકારી સહાયથી વંચિત ન રહે તેનું ધ્યાન રાખવા ખાસ તાકીદ
Rajkot: રાજ્યભરમાં આગામી સમયમાં યોજાનારા જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાના આયોજન માટે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની બેઠક યોજાઈ હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને આયોજિત આ બેઠકમાં વિભાગવાર સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ કોઈ પણ લાભાર્થી સરકારી યોજનાના લાભથી વંચિત ન રહી જાય તે જોવા ખાસ સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત વિવિધ વિભાગોમાં ઉમેરાયેલી નવી યોજનાઓનો લાભ પણ લોકોને મળી રહે તે જોવા સૂચન કરાયું હતું. આ સાથે વિભાગવાર વિવિધ યોજનાના લાભાર્થીઓની યાદીની કામગીરી સમયસર પૂર્ણ થાય તેના પર ભાર મુકાયો હતો.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે.ખાચર, અધિક કલેકટર સુશ્રી ઈલાબહેન ચૌહાણ, પ્રાંત અધિકારીશ્રી કે.જી. ચૌધરી, અને શ્રી રાજેશ આલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મહેશ નાકિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી ઈલાબહેન ગોહિલ, જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી અવની હરણ, વિવિધ મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.