ARAVALLIGUJARATMEGHRAJ

અરવલ્લી : સ્પાના સંચાલકોને સાવચેત કરનાર કોણ…!!મોડાસામાં જીલ્લા સેવાસદન નજીક ત્રણ સ્પામાં પોલીસ રેડ,વીલા મોઢે પરત ફરી

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

અરવલ્લી : સ્પાના સંચાલકોને સાવચેત કરનાર કોણ…!!મોડાસામાં જીલ્લા સેવાસદન નજીક ત્રણ સ્પામાં પોલીસ રેડ,વીલા મોઢે પરત ફરી

*સ્પાના નામે ગેરકાયદેસર પરપ્રાંતીય યુવતીઓ અને મહિલાઓ પાસે દેહ વેપાર કરાવવામાં આવતો હોવાનું જગજાહેર છે*

*મોડાસા શહેરમાં SOG,LCB અને ટાઉન પોલીસ સ્પા સેન્ટરમાં દરોડો પાડે તે પહેલા સંચાલકો ચેતી ગયા,યુવતીઓ અને ગુપ્ત ડાયરી સલામત સ્થળે ખસેડી*

*મોડાસા શહેરના ત્રણ સ્પામાં પોલીસતંત્રનું દરોડા રૂપી નાટક હોવાની ચર્ચાએ જોર પકડ્યું*

ગુજરાતના વિવિધ શહેરોમાં ધમધમતા સંખ્યાબંધ સ્પા સેન્ટરમાં મસાજની આડમાં ગોરખધંધા ચાલી રહ્યા છે મોડાસા શહેરમાં બિલાડીની ટોપની માફક સ્પા મસાજ સેન્ટર ધમધમી રહ્યા છે થોડા મહિના અગાઉ પોલીસે સ્પા સેન્ટરમાં મસાજના નામે કુટણખાણાનો પર્દાફાશ કર્યો હતો હાલ સમગ્ર રાજ્યમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ સ્પા સેન્ટરમાં પોલીસ રેડ કરી રહી છે ત્યારે મોડાસા શહેરમાં જીલ્લા સેવાસદન સામે ત્રણ સ્પા ધમધમી રહ્યા છે જીલ્લા પોલીસતંત્ર ત્રણ સ્પા સેન્ટરમાં રેડ કરતા કંઈપણ વાંધાજનક હાથ ન લાગતા પોલીસે દસ્તાવેજ સહીત તપાસ હાથધરી હતી

મોડાસા શહેરમાં શામળાજી રોડ પર આવેલ જીલ્લા સેવાસદન કચેરી સામે વિવિધ કોમ્પ્લેક્ષમાં ધમધમતા ચંદન થાઈ સ્પા, A-1 સ્પા અને રોયલ ટચ સ્પામાં ગુરુવારે SP શૈફાલી બારવાલની સૂચનાના પગલે જીલ્લા એસઓજી,એલસીબી અને ટાઉન પોલીસે સંયુક્ત રેડ કરતા સ્પા સંચાલકોને પોલીસ રેડની અગાઉથી જાણ થતા સ્પા સેન્ટરમાં મસાજ પાર્લર ચાલતું હોવાનું દ્રશ્ય ઉભું કરી દેવામાં આવતા સ્પા સેન્ટરમાં રેડ કરવા પહોંચેલી પોલીસને કંઈપણ વાંધાજનક હાથ ન લાગતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી મોડાસા શહેરના કેટલાક સ્પા સેન્ટરમાં મસાજની આડમાં સ્પેશિયલ સર્વિસના નામે દેહવેપાર થતો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે પોલીસના બાતમીદારો કરતા સ્પા સંચાલકોના બાતમીદારો વધુ હોશિયાર અને સતર્ક સાબિત થયા હોય તેમ પોલીસ દરોડાની અગાઉથી સ્પા સંચાલકોને જાણ કરી દેવામાં આવતા બધું સામાન્ય ચાલતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું પોલીસની રેડ નીલ થતા પોલીસતંત્રની કામગીરી સામે પણ અનેક સવાલ પેદા થયા છે

[wptube id="1252022"]
Back to top button