
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં આઈસર ટેમ્પાએ ઈકો ગાડીને અડફેટમાં લેતા એક વૃધ્ધાનું મોત નિપજતા ગંભીર અકસ્માત સર્જાયો…
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ નાસિક તરફથી સુરત તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો. ન.એમ.એચ.46.બી.બી.9643એ સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટ માર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં યુ ટર્ન વળાંકમાં પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સામેથી સાપુતારા તરફ જઈ રહેલ ઈકો ગાડી.ન.જી.જે.01.કે.એક્સ.0255ને અડફેટમાં લેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.અહી સ્થળ પર સામે સામે થયેલ અકસ્માતમાં આઈસર ટેમ્પો માર્ગની સાઈડમાં પલ્ટી મારી ગયો હતો.જ્યારે ઈકો ગાડી ટેમ્પામાં અથડાયા બાદ સંરક્ષણ દીવાલ સાથે ભટકાઈને પલ્ટી મારી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં ઈકો ગાડીમાં સવાર સવિતાબેન રમણભાઈ પટેલ.ઉ.81.રે.થામના તા.ઉમરેઠ.જી.આનંદ હાલ.રે.યુ.એસ.એ.અમેરિકાને નાની મોટી ઈજાઓ પોહચતા તેણીનું મોત નિપજ્યુ હતુ. જ્યારે ઈકો ગાડીમાં સવાર અન્ય ઇસમોને પણ ઈજાઓ થતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની શામગહાન સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પો અને ઈકો ગાડીને જંગી નુકસાન થયુ હતુ. હાલમાં ફરિયાદી મિતેષ ચંદુભાઈ પટેલે આઈસર ટેમ્પા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..





