GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી તાલુકાના ખડસુપા ગામ ખાતે મારી માટી મારો દેશ અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
જિલ્લા વહીવટી તંત્ર તથા નેહરુ યુવા કેન્દ્ર દ્વારા નવસારી તાલુકાના ખડસુપા ખાતે  નવસારી તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રતિભા બેન આહીરના અધ્યક્ષતા હેઠળ મારી માટી મારો દેશ અમૃત કળશ યાત્રાનો કાર્યકમ યોજાયો હતો. જેમાં  ગ્રામ પંચાયતોમાંથી આવેલ માટીને તાલુકા કક્ષાના અમૃત કળશમાં એકત્ર કરવામાં આવી હતી.
અમૃત કળશ યાત્રા અંતર્ગત મેરી મીટ્ટી મેરા દેશ:વીરોને વંદન કાર્યક્રમમાં તાલુકા પંચાયત ખાતે  ગ્રામ પંચાયતોમાંથી આવેલ અમૃત કળશ ને એકત્ર કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાષ્ટ્રમાં માતૃભૂમિના વીરોને વંદન અને નમન અર્પણ કરવા માટે મારી માટી, મારો દેશ અને અમૃત કળશ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએથી માટી એકત્ર કરીને રાજ્યમાંથી દેશના પાટનગર ખાતે પહોચાંડવાનું અભિયાન આયોજીત કરાયું છે.

નવસારી તાલુકાના ગ્રામપંચાયતોના સરપંચો અને તલાટીઓ ખડસુપા ખાતે  અમૃત કળશ યાત્રા લઇને આવી પહોંચ્યા હતા. જ્યાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રતિભા બેન આહીર અમૃત કળશ યાત્રા નું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ શ્રી નાનુભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત સભ્ય અને માજી શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી દર્શના પટેલ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી પરેશભાઈ નાયક અને સરપંચશ્રી જયેશભાઈ હળપતિ તથા આસપાસ ના ગામ સરપંચશ્રીઓ  , તલાટીશ્રીઓ અને અન્ય કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button