GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

KALOL:કાલોલ ના શામળદેવી ખાતે વીર શહીદ જવાન રાઠવા ગોવિંદભાઈ ને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો

તારીખ ૧૮/૧૦/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

પરાક્રમ ફિઝિકલ એકેડમી કાલોલ દ્વારા તાલુકાના શામળદેવી ખાતે થોડાં દિવસ પહેલાં ગોધરા તાલુકાનાં ધનોલ ગામનાં વીર શહીદ જવાન રાઠવા ગોવિંદભાઈ હમીરભાઈ જે ફરજ દરમિયાન લાંબી બીમારીનાં કારણે સારવાર દરમિયાન દિલ્હી ખાતે શહીદ થયાં હતાં તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.તે અવસર પર આર્મીની ટ્રેનિંગ પુરી કરી ઘરે આવેલાં જવાનોની સાથે માં ભારતીની સેવા કરવાં માટે ઈચ્છતા મોટી સંખ્યામાં ઉત્સાહિત યુવાન અને યુવતીઓ તથા શામળદેવી ગામનાં ગ્રાંમજનો સાથે ગામના ઉત્સાહિત યુવાન એવા રઘુનાથસિંહ તેમજ આર્મી ની તૈયારી કરતા યુવાનો,બહેનો તેમજ નાના બાળકો હાજર રહી વીર જવાન ની દિવ્ય આત્મા ને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરી બે મિનિટનું મૌન પાળવામાં આવ્યુ હતુ.તમામ કાર્યક્રમનું આયોજન પરાક્રમ ફિઝિકલ એકેડમી ના કોચ ભૂતપૂર્વ આર્મી જયેશસિહ પરમાર અને આકાશ વણઝારા દ્વારા કરવામાં આવ્યું હતું

[wptube id="1252022"]
Back to top button