
વિજાપુર મોતીપુરા ગામના યુવકે વ્યાજખોરોએ ધમકી આપતા ચાર સામે ફરિયાદ નોંધાવી
વિજાપુર તા
વિજાપુર તાલુકાના મોતીપુરા( ટીંટોદણ )ગામના યુવકને વ્યાજખોરો એ વ્યાજની રકમની માંગણી કરી જાન થી મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ તાલુકાના મોતીપુરા ( ટીંટોદણ ) ગામના ગાડીઓ લે વેચનો ધંધો કરતા ભરતભાઈ હરગોવનભાઈ પટેલ ને કોરોના કાળ દરમ્યાન ધંધા અર્થે પૈસાની જરૂર પડતા ચાર અલગ અલગ લોકો પાસેથી વ્યાજ આપવાની શરતે 10 લાખ 30 હજાર રૂપિયા લીધા હતા જેની સામે ચારે જણા ને વ્યાજની રકમ સાથે રૂપિયા 12 લાખની 45 હજારની ચુકવણી કરી દીધી હતી તેમ છતાંય એ વ્યાજખોરો દ્વારા વ્યાજની રકમ ની ચુકવણી બાકી હોવાનું કહીને જાન થી મારી નાખવાની ધમકીઓ મળતા ભરતભાઇ પટેલે ચાર શખ્સો પ્રકાશ સિંહ ચાવડા તેમજ સંજય સિંહ ચાવડા તેમજ શંકર ભાઈ તેમજ જીતુભાઇ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી