BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર ખાતે રવિકુળ ટ્રસ્ટ ની કારોબારી ની રચના કરાઈ

16 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પ્રમુખ પદે મુકેશ ચૌહાણ ની સર્વાનુમતે વરણી કરાઈ—————————————————————–પાલનપુર શહેરમાં સંત શ્રી રોહિદાસજી ના આશીર્વાદ થી સાત પરા ના આગેવાનો દ્વારા 1995માં રવિકુળ ટ્રસ્ટ ની સ્થાપના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે સ્વ. દેવાભાઇ પરમાર અને 17 કારોબારી સભ્યો દ્વારા સાર્વજનિક ટ્રસ્ટ બનાવવા માં આવ્યું હતું જેમાં રોહિત સમાજ ના ઊસ્થાન અને શૈક્ષણિક સંકુલ બનાવવા તેમજ સાત પરા ની એકતા અને સહકાર થી સમાજનો વિકાસ થાય તે હેતુ થી આ ટ્રસ્ટ ની રચના કરાઈ હતી અનાયાસે આ ટ્રસ્ટ સુસુપ્ત અવસ્થા માં હોઈ સમાજ ના આગેવાનો એ આ ટ્રસ્ટ ને જીવંત કરવા નવીન કારોબારી ની રચના કરી હતી જેમાં રવિવારે રામદેવપીર ના મન્દિરે પાલનપુર ના સાત પરા ના આગેવાનો અને યુવાનો ની મિટિંગ યોજાઈ હતી જેમાં નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે મુકેશભાઈ ખુશાલભાઈ ચૌહાણ ની સર્વાનુમતે મતે વરણી કરવામાં આવી હતી તેમજ ઉપ-પ્રમુખ તરીકે મહેશભાઈ દેવજીભાઈ ચૌહાણ મંત્રી દેવકરણભાઈ ધર્માભાઈ સોલંકી સહમંત્રી પ્રવિણકુમાર દેવાભાઈ પરમાર અને ખજાનચી તરીકે ઈશ્વરભાઈ પેથાભાઇ ચત્રારીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે સમાજના આગેવાનો વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિમણૂક ને આવકારી ને રોહિત સમાજ ના આગેવાનો એ અભિનંદન પાઠવ્યા હતાં.

[wptube id="1252022"]
Back to top button