AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં કુડકસ ગામ નજીકથી સાગી ચોરસા ભરેલ પિકઅપ ઝડપાઇ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ  ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ ચિચીનાગાવઠા રેંજનાં વનકર્મીઓની ટીમે કુડકસ ગામ નજીકથી સાગી ચોરસા ભરેલ પિકઅપ ગાડીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

<span;>પ્રાપ્ત વિગતો અનુસાર દક્ષિણ ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ રવિપ્રસાદ રાધાક્રિષ્નાનાં માર્ગદર્શન હેઠળ ચિચીનાગાવઠા રેંજનાં આર.એફ.ઓ સુરેશ મીના(આઈ.એફ.એસ)ની ટીમે તેઓનાં હદ વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ.તે દરમ્યાન ચિચીનાગાવઠા રેંજનાં આર.એફ.ઓ સુરેશ મીના(આઈ.એફ.એસ)ને બાતમી મળી હતી કે આહવા-વઘઇ રોડ પર આવેલ ગીરાદાબદર ફાટક પાસેથી પિકઅપ ગાડીમાં ગેરકાયદેસર સાગી ચોરસા ભરી લઈ જવાઈ રહ્યા છે.જેથી ચિચીનાગાવઠા રેંજનાં કર્મીઓમાં આર.એફ.ઓ સુરેશ મીના(આઈ.એફ.એસ)જી.એ.માહલા રાઉન્ડ ફોરેસ્ટર, એચ.જે.ચૌધરી સહીત અપસાના કુરેશી રાઉન્ડ ફોરેસ્ટરનાઓએ ગીરાદાબદર ફાટક પાસે વોચ ગોઠવી હતી.તે વેળાએ ટાટા પિકઅપ ગાડી.ન.જી.જે.05.સી.ડબ્લ્યુ.1489 શંકાસ્પદ લાગતા ઉભી રાખી ચેક કરતા હતા.તે દરમ્યાન પિકઅપ ગાડીનાં ચાલકે રિવર્સ મારી કુડકસ ગામ તરફ હંકારી મૂકી હતી.બાદમાં ચિચીનાગાવઠા રેંજનાં વનકર્મીઓની ટીમે આ પિકઅપ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરતા કુડકસ ગામ નજીક ચાલક દ્વારા ઉભી રાખી તે અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.વનકર્મીઓની ટીમે ટાટા પિકઅપ ગાડીની અંદર તપાસ કરતા તેમાંથી સાગી ચોરસા નંગ-15 ઘનમીટર 2,518 જેની અંદાજીત કિંમત 91,115 તથા પિકઅપ ગાડીની કિંમત 4,40,000 મળી કુલ 5,31,115 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.હાલમાં ચિચીનાગાવઠા રેંજનાં આર.એફ.ઓ સુરેશ મીના (આઈ.એફ.એસ)દ્વારા મુદ્દામાલનો કબ્જો મેળવી આ લાકડા ક્યાંથી કપાયા અને કોણે કટિંગ કર્યા અને ક્યાં લઈ જવાતા હતા જેની તપાસ હાથ ધરી છે..

[wptube id="1252022"]
Back to top button