સુદામા વૃદ્ધાશ્રમ ડીસા વડીલ બંધુઓએ શ્રી રાજ રાજેશ્વરી ભગવતી મેલડી માતા મંદિર ની મુલાકાત લીધી
15 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ડીસા ખાતે ગત રોજ તારીખ14 ઓક્ટોબર 23 ને શનિવાર ,ભાદરવા વદ ,અમાવસ સુદામા વડીલ બુદ્ધાશ્રમ ડીસા ના વડીલ બંધુઓએ આજરોજ શ્રી રાજ રાજેશ્વરી ભગવતી મેલડી માતાના મંદિરની મુલાકાત લીધી અને દર્શન કર્યા તેમજ આ પ્રસંગે શ્રી બાબુભાઈ ભગત અને ભક્ત પરિવાર જેઓએ આવકાર આપી સ્વાગત કર્યું. ત્યારબાદ સમૂહમાં દર્શન કરી ભોજન પ્રસાદ કરાવી વડીલ ભાઈ બહેનોનું સાડી તથા સાલ ઓઢાડી વિશેસ સન્માન કરવામાં આવ્યું તેમજ આ પ્રસંગે પ્રાથમિક શાળાના બાળકોને પણ મંદિરના પ્રાગળમાં ભોજન પ્રસાદ પીરસી ધન્યતા અનુભવી. વિશેષ આ પ્રસંગે આ કાર્યક્રમની અંદર મંદિર પરિવારના ભક્તો તથા શિક્ષક મિત્રો મોટી સંખ્યાની અંદર હાજર રહ્યા હતા. તેમજ શ્રી રાજ રાજેશ્વરી ભગવતી મેલડી માતા મંદિર ભક્ત પરિવાર દ્વારા પણ સુદામા વડીલ વૃદ્ધાશ્રમ માટે મોટું ફ્રીજ આપવા માટે ફ્રીઝ માટે પણ ફાળો એકત્રોત કરી પ્રેરણાદાયી કાર્ય કરેલ. વિશેષ આ પ્રસંગે સુદામા વડીલ આશ્રમ ,ડીસા ના સંચાલક બેન શ્રી આશાબેન નું પણ બાબુભાઈ ભગત તથા ભકત પરિવાર દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. વડીલો દ્વારા આ સુંદર કાર્ય કરવા બદલ આભાર ની લાગણી અને આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થયો. આ અંગે વિનોદ બાંડીવાલા એ જણાવ્યું હતું 





