
જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર અને ડી.આઇ.ઇ.ટી જુનાગઢ પ્રેરિત બ્લોક રિસોર્ટ સેન્ટર કેશોદ આયોજિત કેશોદ તાલુકાના કેવદ્રા ગામે વિજ્ઞાન મેળો યોજાયો હતો. તાલુકાની અલગ અલગ શાળાઓમાંથી બાળ વૈજ્ઞાનિકોએ 50 જેટલી કૃતિઓ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓ અને ગામ લોકોએ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણને લગતા વિવિધ પ્રોજેક્ટ નિહાળી માર્ગદર્શન મેળવ્યું હતું. તાલુકા કક્ષાના આ વિજ્ઞાન મેળામાં ઉચ્ચ કક્ષાએ પસંદ પામેલ કૃતિઓને નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. જો કે દરેક શાળાના ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પોતાની મહેનતની વિજ્ઞાનને જાણો, પર્યાવરણને બચાવો અનુરૂપ મહત્વની કૃતિઓ રજૂ કરી જાગૃતિ માટેનો વિશેષ સંદેશો આપ્યો હતો. આ તકે સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી પે.સેન્ટર શાળા કેવદ્રાના આચાર્યશ્રી અને શાળા સ્ટાફનો વિશેષ સહયોગ રહ્યો હતો.
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ
[wptube id="1252022"]