જંબુસર હાજી કન્યાશાળા ના ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ બેગલેસ પ્રવૃત્તિ અન્વયે જંબુસર તાલુકા ના સામોજ ગામ સ્થિત મુકામે 66 kv KPI હાઈબ્રીડ પ્રાઇવેટ લિમિટેડ કંપની ની મુલાકાત લીધી ની
જંબુસર હાજી કન્યાશાળા ના ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ બેગલેસ પ્રવૃત્તિ અન્વયે જંબુસર તાલુકા ના સામોજ ગામ સ્થિત મુકામે 66 kv KPI હાઈબ્રીડ પ્રાઇવેટ લિમિટેડ કંપની ની મુલાકાત લીધી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
જંબુસર હાજી કન્યાશાળા ના ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ બેગલેસ પ્રવૃત્તિ અન્વયે જંબુસર તાલુકા ના સામોજ ગામ સ્થિત મુકામે 66 kv KPI હાઈબ્રીડ પ્રાઇવેટ લિમિટેડ કંપની ની
આચાર્ય રાહુલભાઈ મોરી ની રાહબરી હેઠળ મુલાકાત લીધી હતી.કંપની માં સોલાર સિસ્ટમ પ્લાન્ટની મુલાકાત દરમ્યાન વિશાલભાઈ પટેલ અને ડાયરેકટર રવીન્દ્ર ભાઈ એ વિધાર્થીઓ ને આવકારી ને પ્લાન્ટ વિષે રસપ્રદ જ્ઞાન આપ્યુ હતુ.અને સોલાર કઈ રીતે કામ કરે છે તે વિશે તથા પવન ચક્કી વિશે પણ બાળકોને જાણકારી આપી હતી. વિધાર્થીઓ એ કુદરતી પુનઃપ્રાપ્ય સ્ત્રોતો ની સમજ મેળવી પ્રાપ્ત સૌર ઉર્જા નું વિદ્યુત ઉર્જામાં કેવી રીતે રૂપાંતર થાય તે પ્રત્યક્ષ નિર્દેશન નિહાળ્યુ હતુ.દિવસ દરમિયાન આ પ્લાન્ટ માં ૧૦૦૦ યુનિટ કરતા વધુ વીજ ઉતપન્ન થાય છે. અંતે બાળકોને કંપની દ્વારા અમૃત પાન અને નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવી હતી. 66 Kv KPI હાઇબ્રીડના તમામ અધિકારીઓ નો વિધાર્થીઓ ને રસપ્રદ માહિતી થી માહિતગાર કરવા બદલ હાજી કન્યા શાળા પરિવારે કંપની સત્તાધીશો નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





