અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ
લોક ચર્ચાઓ એ વેગ પકડ્યો : મેઘરજ તાલુકાની મહિલા સરપંચ ધરાવતી ગ્રામપંચાયતમાં મહિલાઓના પતિઓનો વહીવટ..?અધિકારીઓ અજાણ..?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર મહિલા સશક્તિકરણ માટે નારી શક્તિ વંદન બિલ નામનો ખરડો પસાર કરી 33 ટકા અનામત મહિલાઓ માટે આરક્ષિત કર્યા છે કેન્દ્ર અને રાજ્ય સરકાર મહિલા સશક્તિકરણના ઉદ્દેશને સાર્થક કરવા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50 ટકા બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખીને હવેની ચૂંટણીઓમાં મહિલાઓ નું રાજ દેખાશે પરંતુ હાલ હોદ્દા ધરાવતી મહિલાઓ ના પતિ દેવોનો ચાલતો વહીવટ ખુબ ચર્ચા એ ચાલ્યો છે
અરવલ્લી જિલ્લાના છેલ્લા એક બે દિવસ થી ચર્ચાઓ ચારે કોર જામી છે જેમાં પ્રમુખ તેમજ સરપંચ નો હોદ્દો ધરાવતી મહિલાઓ ના પતિઓ હાલ અધિકારીઓ સાથે અડિંગો જમાવી બેઠા છે જેમાં મેઘરજ તાલુકામાં પણ હાલ લોક ચર્ચાઓ જામી છે જેમાં મેઘરજ તાલુકાની મહિલા અનામત ધરાવતી ગ્રામપંચાયતમાં હાલ મહિલા સરપંચો કાર્યરત છે જેમાં મળતી માહિતી અને લોક ચર્ચાઓ આધારે જાણવા મળ્યું છે કે મેઘરજ તાલુકાની મહિલા સરપંચ ધરાવતી ગ્રામપંચાયત માં મોટાભાગે મહિલા સરપંચ નો હોદ્દો હોવા છતાં પોતાના પતિ દેવો જ બધો વહીવટ કરી રહ્યા છે તેવી લોક ચર્ચાઓ જામી છે આ બાબતે તાલુકા કચેરી ખાતે થતી વિવિધ મિટિંગોમાં પણ કેટલીક વાર મહિલાને બદલે પતિ દેવો હાજર રહે છે પરંતુ હાલ કચેરીમાં કેમેરા ન હોવાથી આ બધી બાબતો સાબિત કરી શકાય તેમ નથી જો કેમેરા હોય તો દૂધ નું દૂધ અને પાણીનું પાણી બહાર આવી શકતું
મેઘરજ તાલુકામાં હાલ મહિલા સરપંચ ધરાવતી ગ્રામપંચાયતો માં મહિલાઓ ના પતિ દેવો જ વહીવટ કરી રહ્યા છે જેમાં ઘણા ખરા પતિ દેવો જાણે પોતે જ સરપંચ હોય અને પોતાની મનમાની ને આધારે ગ્રામપંચાયતનો વહીવટ કરી રહ્યા છે આ બાબતે તંત્ર સજાગ બને અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગો હાલ સેવાઈ રહી છે