હિંમતનગર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સ યોજાઈ

હિંમતનગર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સ યોજાઈ
***
આગામી બે મહિના દરમિયાન દર રવિવારે શહેર તથા ગ્રામ્ય સ્થળે સફાઈ ઝૂંબેશ હાથ ધરાશે
**
જિલ્લામાં વધુને વધુ લોકો સફાઈ ઝુબેશમાં જોડાય તેવી જિલ્લા કલેકટરશ્રીની અપીલ
**
સાબરકાંઠા જિલ્લામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં વિડિઓ કોન્ફરન્સ કલેકટર કચેરી સાંભખંડ ખાતે યોજાઈ હતી.
આગામી બે મહિના દરમિયાન ૮ અઠવાડિયા સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન યોજાનાર છે.
જેના ભાગરૂપે સમગ્ર રાજ્ય સહીત જિલ્લાના શહેરો, નગરો, ગામોમાં શાળા-કોલેજો, રેલ્વે સ્ટેશન, બસમથકો, ધાર્મિક સ્થાનો, અમૃત સરોવર, યાત્રાધામોમાં દર અઠવાડિયે રવિવારે થીમ આધારિત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.
દર રવિવારે મહાનગરપાલિકા વિસ્તારોમાં મહાનગરના પ્રવેશ માર્ગોથી પાંચ કિલોમીટરની હદના વિસ્તારોમાં જનસહયોગથી સફાઈ ઝૂંબેશ હાથ ધરાશે. આ કોન્ફરન્સમાં સફાઈ ઝુબેશ અંગે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કરવાની થતી કામગીરીના આયોજન અંગે સબંધિત અમલીકરણ અધિકારીઓને સૂચન કર્યું હતું.
આ સફાઈ ઝુબેશમાં નગરપાલિકા વિસ્તારોમાં પ્રવેશ માર્ગોથી બે કિલોમીટર તથા ગ્રામ પંચાયત વિસ્તારોમાં મુખ્ય માર્ગો સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ ઝૂંબેશ યોજાશે. સરકારી કચેરીઓ, વસાહતો, સહિતના સ્થળોએ પણ સ્વચ્છતા માટે હાથ ધરવામાં આવનાર કામગીરીનું સુચારુ આયોજન થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેક્ટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટ, હિંમતનગર પ્રાંત અધિકારીશ્રી જયંત કિશોર,ડીવાયએસપીશ્રી, તમામ તાલુકાના મામલતદારશ્રીઓ , તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા








