AHAVADANGGUJARAT

Dang : ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ ૨૦૨૩’ ની ઉજવણી અંતર્ગત એસ્પિરેશનલ બ્લોક સુબિર ખાતે યોજાયો ‘કૃષિ મેળો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં એસ્પિરેશનલ બ્લોક સુબીર તાલુકાનાં મોખામાળ ગામે ‘ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ ૨૦૨૩’ ની ઉજવણી અંતર્ગત ‘સંકલ્પ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે, સુબિર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રવિનાબેન ગાવિતના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો.ભારત સરકાર દ્વારા વર્ષ-૨૦૨૩ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ્સ ઈયર’ તરીકે ઉજવવાનુ નક્કી કરવામા આવ્યુ છે. ત્યારે મિલેટસ પાકોના સ્વાસ્થ્યવર્ધક મહત્વ બાબતે લોકોમા જાગૃતિ આવે, તથા વધુમા વધુ ઉત્પાદનની સાથે તેનો વપરાશ થાય, અને ખેડુતોની આવકમા વધારો થાય તે માટે, તથા ‘આકાંક્ષી બ્લોક’ કાર્યક્રમ અંતર્ગત ‘સંકલ્પ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ ‘કૃષિ મેળા’ મા જિલ્લા/તાલુકા પંચાયતના સદસ્યશ્રી અને તમામ પદાધિકારીશ્રીઓ, ઉપરાંત મદદનીશ ખેતી નિયામક, બાગાયત અધિકારી, પશુપાલન અધિકારી, યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, પ્રગતિશીલ ખેડુત, માસ્ટર ટ્રેઈનર, ગ્રામસેવક વિગેરે દ્વારા, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો. દરમિયાન આયોજિત પશુ સારવાર શિબિરમાં ૨૩૦ જેટલા પશુઓને સારવાર પુરી પાડવામાં આવી હતી.

આ વેળા વિવિધ વિભાગના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. જેનો ખેડૂતો અને ગ્રામજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. જિલ્લાના ICDS વિભાગે ખાસ મિલેટ્સ આધારિત વાનગીઓ નો સ્ટોલ્સ રજૂ કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button