GUJARAT

સાળંગપુરધામ થી આમંત્રણ રથ જંબુસર ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું…

સાળંગપુરધામ થી આમંત્રણ રથ જંબુસર ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું…
સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ મંદિર ખાતે 175 માં વર્ષ શતામૃત મહોત્સવનો પ્રારંભ તારીખ 16 નવેમ્બર થી થનાર હોય સાળંગપુર ધામના શ્રી કષ્ટભંજન દેવ નો રથ આમંત્રણ આપવા જંબુસર ટકારી ભાગોળ ખાતે આવી પહોંચ્યો હતો. જ્યાં ધારાસભ્ય ડી કે સ્વામી, ડોક્ટર દીપકભાઈ રાઠોડ, શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, પાલિકા સદસ્યો અગ્રણીઓએ રથનું ભવ્ય સ્વાગત કરી દાદાની આરતી નો લાભ લીધો હતો. સદર રાત જંબુસરના પાંજરાપોળ, કાવાભાગોળ, લીલોતરી બજાર થઈ ગણેશ ચોક પાસે આવેલ વડતાલ તાબા સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચ્યો હતો. દાદાના આમંત્રણ રથનું ઠેંરે ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું. તથા લીલોતરી બજાર ગણેશ ચોક ખાતે મહા આરતી નો લાભ અગ્રણીઓએ લીધો હતો. આ પ્રસંગે જંબુસર નગર ની જનતા મોટી સંખ્યામાં દાદા ના દર્શન માટે ઉમટી પડી હતી..
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button