
અજાબ સરકારી હોસ્પિટલમાં આયુર્વેદિક કેમ્પ યોજાયો હતો જેમાં ૧૭૦ જેટલા દર્દીઓએ વિના મૂલ્યે નિદાન અને દવાનો લાભ લિધેલો હતો હાલમાં ચાલતી ખેતીની મૌસમ છતાં આટલા લોકો આવેલ જે બતાવે છે કે આયુર્વેદ તરફ લોકો વળ્યા છે. આ માટે આજે જ તલાટી, ડોકટર, સરપંચ મગનભાઈ અઘેરા અને પંકજભાઈ રતનપરાએ એક મિટિંગ કરેલી અને આયુર્વેદ દવાખાનુ અજાબમા શરૂ કરવા માટે જે કરવુ પડે તે તમામ કાર્યવાહી આજથી જ શરૂ કરી છે અને આ બાબતે સરકારમાં માંગણી આજે જ મુકી દિધી છે અને હવે પછી જ્યાં જરૂર પડે ત્યાં સૌ સાથે મળીને રજૂઆત કરીશુ અને અજાબમા આયુર્વેદ દવાખાનુ વહેલી તકે શરૂ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]









