પાલનપુર કોલેજ દ્વારા ગ્રીન ઓડિટ કમિટી તથા સોસાયટી ફોર બડિંગ બાયોલોજીસ્ટ દ્રારા પાંચ દિવસીય બોટનિકલ ટૂર નું આયોજન કરવામાં આવેલ


6 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ગ્રીન ઓડિટ કમિટી સોસાયટી ફોર બડિંગ બાયોલોજીસ્ટ, આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ દ્વારા પાંચ દિવસીય બોટનિકલ ટુર નું આયોજન કરાયું. જે તારીખ 29 સપ્ટેમ્બર થી તારીખ 3 ઓક્ટોબર 23 સુઘી યોજવામાં આવેલ કે જેમાં 40 વિદ્યાર્થીઓ અને પાંચ સ્ટાફ મિત્રોએ તેમાં હાજરી આપી હતી. જેમાં પહેલા દિવસે ડો. ધ્રુવ પંડ્યા તથા ડો. હરેશ ગોંડલીયા દ્વારા તુલસીશ્યામ ખાતે જંગલમાં ટ્રેકિંગ દરમિયાન વિવિધ વનસ્પતિઓના કુળને લાગતી માહીતી, નિવસનતંત્ર તથા વન સંપદા વિશેની માહિતી પ્રત્યક્ષ રીતે આપવામાં આવી. ત્યારબાદ બીજા દિવસે BAAG (બોટનિકલ એડવાન્સ એસોસિયેશન ઓફ ગુજરાત) અને ડોક્ટર સુભાષ યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા ગીર લાયન ક્લબ રિસોર્ટ માં જે રાષ્ટ્રીય પરિષદ યોજવામાં આવી હતી, જેમાં કોલેજના પ્રીન્સિપાલ શ્રી ડૉ. વાય. બી. ડબગર (સેક્રેટરી BAAG), સ્ટાફમિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા સૌથી વધુ સંખ્યામાં ઓરલ અને પોસ્ટર પ્રેઝન્ટેશન કરી બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. આ કોન્ફરન્સ માં બોટની વિભાગના આસી. પ્રોફ. ડૉ. ધ્રુવ પંડ્યા દ્રારા રજૂ કરાયેલ પેપરને પ્રથમ પ્રાપ્ત થયું હતું, જે માટે તેઓને રેન્ક સર્ટિફિકેટ તથા ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા. ત્રીજા દિવસે વિદ્યાર્થીઓ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના નાળિયેરી મોલી ખાતે આવેલ શાણા ડુંગર માં ખૂબ જ હાર્ડ ટ્રેકિંગ કરી પ્રકૃતિને માણી હતી, બપોરના ચાર વાગ્યા પછીના સમય દરમિયાન ધારેશ્વર ડેમ રાજુલા વન વિભાગ દ્વારા એક ફિલ્ડ વિઝીટ તથા વન્યજીવના ચર્ચા સત્ર નું આયોજન રાજુલા વનવિભાગ ટીમ વનસંરક્ષક શ્રી સંજયભાઇ બારીયા, શ્રી મનીષભાઈ ચૌહાણ, શ્રી એચ આર્ બારૈયા દ્વારા કરાયું. વન વિભાગ ના કર્મચારીઓ દ્વારા વિધ્યાર્થીઓને વનવિભાગની કામગીરી અને તેમના અનુભવો દ્વારા કઈ રીતે વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ કેવી રીતે કરી શકાય વગેરે જેવી માહિતી આપીને વાઇલ્ડ લાઇફ વીક ની ઉજવણી ની શરૂઆત કરી હતી. સમગ્ર ટૂર નું સફળ આયોજન અને સંચાલન બોટની વિભાગ ના આસી. પ્રો. ડૉ. ધ્રુવ પંડ્યા, ડૉ. હરેશ ગોંડલિયા, કું. અંકિતા કુગશિયા તથા કુ. અમી પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર ટૂર દરમ્યાન બિનશૈક્ષણિક સ્ટાફમાંથી ભૌતિકશાસ્ત્ર વિભાગ ના શ્રી પ્રકાશભાઈ નો ખુબ સાથ સહકાર રહ્યો. સમગ્ર ટૂર મેનેજમન્ટ કમિટી દ્વારા ટૂર દરમ્યાન સાથસહકાર અને સેવા આપનાર ઊંઝા ગવર્મેન્ટ કોલેજના આ.પ્રો . ડૉ. ચિત્રા શુકલ, નારિયેળી મોલી ગામ ના ઉપસરપંચ શ્રી લક્ષ્મણભાઈ વાઘ, રાજુલા ફોરેસ્ટ ટીમના શ્રી સંજય બારૈયા, શ્રી મનીષભાઈ ચૌહાણ, શ્રી એચ. આર. બારૈયા, શ્રી વિજયભાઈ વિંઝુડાનું પણ સ્મૃતિચિન્હ આપીને સ્વાગત કરવામાં આવ્યું.









