AHAVADANGGUJARAT

આહવા તાલુકાનાં પિપલ્યામાળ ગામમાં ઘરના આંગણે પાર્ક કરેલી મોટર સાયકલ ચોરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ -ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં પિપલ્યામાળ ગામના અજય ગણેશ દેશમુખે પોતાની સ્પ્લેન્ડર મોટરસાયકલ રજી. નં.GJ -30-E-1309 (જેની કિંમત રૂપિયા ૬૪,૭૨૫/-)ને રાત્રિના સમયે ઘર ની બહાર આવેલા પતરાના શેડ નીચે પાર્ક કરી હતી.પરંતુ સવારે જોતા મોટરસાયકલ મળી આવી નથી.જે બાદ આસપાસ મોટરસાયકલની શોધખોળ પણ કરી હતી પરંતુ મોટરસાયકલ મળી આવી નહોતી.આહવા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

[wptube id="1252022"]
Back to top button