BHARUCHGUJARATNETRANG

નેત્રંગ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જૂની પેન્સન યોજના “OPS” લાગુ કરવા માટે રણશીગું ફૂક્યું.

નેત્રંગ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જૂની પેન્સન યોજના “OPS” લાગુ કરવા માટે રણશીગું ફૂક્યું.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૨/૦૯/૨૦૨૩

 

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત રાજ્ય આહ્વાનને પગલે ગુજરાતમાં જૂની પેન્સન યોજના “OPS” લાગુ થાય એ હેતુથી ૨’જી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિતે સોમવારે સવારે -૧૦.૦૦ કલાકે જીન મેદાનમાં ગાંઘીજીની પ્રતિમાને સુતરની આંટી પેરાવી ત્યાથી એક ચપટી માટી ઉપાડીને સંગઠનનાં સૌ હોદ્દેદારોએ અને સૌ શિક્ષક ભાઈઓ-બહેનો હાથમાં માટી લઇ અને “અમને અમારું “OPS” પરત આપો”ની સૌ પ્રતિજ્ઞા લીધી. ૨૦૦૪ પછીના જે શિક્ષકૉને “OPS” થી વંચિત રાખવામાં આવ્યા છે. એવા સૌ શિક્ષક મિત્રોને જુની પેન્સન યોજનામાં સમાવવામાં આવે. સૌને ઘડપણનો સહારો એવી જૂની પેન્સન યોજનાની અમલીકરણ થાય એ હેતુથી “ મેરી મીટ્ટી મેરા OPS”ના સુત્રોચાર સાથે જ્યાં સુધી “OPS”સરકાર ના સ્વીકારે ત્યા સુધી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત રાજ્યની સુચના અનુસાર અંદોલન ચાલુ રાખવામાં આવનાર છે.

 

જૂની પેન્સન યોજના લાગુ થાય અને એન.પી.એસ.દુર કરવામાં આવે એ માટે “મેરી મીટ્ટી મેરા OPS”ની લડતમાં સૌ શિક્ષક ભાઈઓ- બહેનો બેનર,પ્લે-કાર્ડ,લય મોટી સંખ્યામાં “OPS”ની લડતમાં જોડાયા હતા.

 

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભરૂચ જિલ્લા અધ્યક્ષ પુષ્પરાજસિંહ ગોહિલ ,જિલ્લા પ્રભારી દિગવિજયસિંહ રાણા, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગ તાલુકાનાં  અધ્યક્ષ રાજન ગાંવિત, મહામંત્રી મહેન્દ્રભાઇ વસાવા, જિલ્લા સંગઠન મંત્રી પિયુષભાઇ તેમજ મોટી સંખ્યામાં નેત્રંગ તાલુકાના શિક્ષકો હાજર રહ્યા હતા.

 

[wptube id="1252022"]
Back to top button