લોકો નાં પ્રશ્નો નો ઉકેલ લાવવા કાલોલ ધારાસભ્ય દ્વારા પોતાનુ કાર્યાલય”રામ દરબાર” ખુલ્લો મૂક્યો

તારીખ ૧૬ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ૧૨૭ વિધાનસભા નાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા લોકો નાં પ્રશ્નો ઉકેલવા માટે કટીબદ્ધ બન્યા છે.લોકો ને તેમના પ્રશ્નો બાબતે પોતાના ઘર સુઘી આવવુ ન પડે અને સરળતાથી રૂબરૂ સંપર્ક કરી ધારાસભ્ય ને મળી પોતાની રજુઆત કરી શકે તે હેતુથી સોમવારે સવારે કાલોલ ના સ્ટેશન રોડ ઉપર એચડીએફસી બેંક ની સામે પોતાનુ કાર્યાલય જેનુ નામ”રામ દરબાર”રાખ્યું છે તે ખુલ્લુ મુકી ધારાસભ્ય દ્વારા પોતે દર અઠવાડિયે કાલોલ કાર્યાલય પર હાજરી આપશે અને પ્રજાના પ્રશ્નો ઉકેલશે તેવી જાહેરાત કરી હતી આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહીલ,શહેર પ્રમુખ ગૌરાંગ દરજી,જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ડો યોગેશ પંડયા, દશરથસિંહ તેમજ શહેર ભાજપ અનુસુચિત જાતિના વકીલ હસમુખભાઇ મકવાણા, ડોક્ટર સુધીરભાઇ પરમાર અને અશોક મેકવાન સાથે નગરના કોર્પોરેટરો,અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.










