
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
પૂ. મહાત્મા ગાંધીજીને સ્વચ્છતા થકી શ્રધ્ધાંજલી એ જ સાચી શ્રધ્ધાંજલી ગણાશે –
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઇ દેસાઇ
“રઘુપતિ રાઘવ” અને “વૈષણવજન” ભજનાવલિ થી
સમગ્ર વાતવરણ ગાંધીમય બની ગયું હતું
સ્વરાગ્રહ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ, દાંડી ખાતે નવસારી જિલ્લા વહીવટી તંત્ર તથા પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
<span;>આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, પૂ. મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ ઉજવણી દાંડી ખાતે કરી રહયાં છે જે ગૌરવ લેવા જેવું છે. કારણ કે દાંડી ખાતે પૂ.બાપુએ ચપટી મીઠું ઉપાડીને મીઠાનો કાયદો તોડી અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી નાંખ્યા હતાં. આપણી ભાવિ પેઢી પૂ.ગાંધીજીના કાર્યોથી વાકેફ થાય અને તેમના સંદેશાને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. પૂ.બાપુ દેશમાં જ નહિ, પરંતુ પુરા વિશ્વમાં નામના પ્રાપ્ત કરી હતી. તેમણે ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. પૂ.મહાત્મા ગાંધીજી સ્વચ્છતના ખૂબ જ આગ્રહી હતાં સાથે સ્વાવલંબન અને આત્મનિર્ભર ભારત નિર્માણના પ્રેરણાસ્રોત પણ રહ્યા છે . આજે સમગ્ર દેશમાં સ્વચ્છતાના ક્ષેત્રમાં લોકોના અભિગમ બદલેલ છે જે પૂ. મહાત્મા ગાંધીજીને સ્વચ્છતા થકી શ્રધ્ધાંજલી એ જ સાચી શ્રધ્ધાંજલી ગણાશે તેવું ભારપૂર્વક જણાવ્યુ હતું. મહાત્મા ગાંધીજીનું મહાન જીવન અખંડ રાષ્ટ્રીય બલિદાન જેવું જેણે સમગ્રવિશ્વને શાંતિ અને અહિંસાના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી છે જેનું સાક્ષી નવસારીનું દાંડી રહેલું છેમહાનુભાવોનું પ્રાસંગિક ઉદ્બોધન બાદ સંગીતકાર પ્રહર વોરા અને ગાર્ગી વોરાની ટીમ દ્વારા ગાંધી ભજન થીમ પર“રઘુપતિ રાઘવ” અને “વૈષણવજન” જેવા ભજનોની કલાકૃતિ ભજવાઈ હતી ઉપસ્થિત રહેલા સૌએ શાંતચિત્ત મને ભજનાવલિ કાર્યક્રમનો લાભ માણ્યો હતો.
આ અવસરે મંત્રી શ્રી પરેશભાઇ દેસાઇએ નેશનલ સોલ્ટ સત્યાગ્રહ ખાતે પૂ.બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રધ્ધાંજલિ અર્પી હતી.
આ કાર્યક્રમમાં જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખશ્રી નીલમબેન, દાંડીના સરપંચશ્રી નિકિતાબેન, નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.એન.પટેલ, ડિઝાસ્ટર મામલતદાર શ્રી મુણાલ ઇસરાની, પ્રવાસન નિગમના શ્રીતુલસીબેન, પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં.





