GUJARATJUNAGADHKESHOD

Keshod : આદર્શ નિવાસી શાળા અને આઝાદ ક્લબ કેશોદ દ્વારા સ્વરછતા અભિયાનનું સુંદર આયોજન કરવામાં આવ્યું.

આઝાદ ક્લબ અને આદર્શ નિવાસી શાળાના સયુંકત ઉપક્રમે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લોકોમાં સ્વરછતા પ્રત્યે જાગૃતિ લાવવા અને પ્લાસ્ટીક વપરાશથી દુર રહેવા પ્રેરણારૂપ આયોજન કરવામાં આવ્યું.આ મિશનની શરૂઆત મામલતદાર કચેરી પાસેના માંગરોળ રોડ પરથી આદર્શ નિવાસી શાળા સુઘી જતાં અને પરત કુલ ૩ કિલોમીટર વોકિંગ અને જોગિંગ સાથે તમામ વિદ્યાર્થી,સ્ટાફ અને આઝાદ ક્લબના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.આ “શ્રમદાન અભિયાન”માં કેશોદ નગર પાલિકાના નવનિયુકત યુવા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, હરેશભાઈ રાઠોડ, દિનેશભાઈ મોરી, આચાર્ય એમ.ડી.દાહીમાં,ભગવાનજીભાઈ દેવળીયા,આઝાદ ક્લબના સેક્રેટરી જીજ્ઞેશભાઈ ચોવટીયા,  ચિરાગભાઈ ઠુંમર, રાજુભાઈ વડારીયા ,વિપુલભાઈ તથા ક્લબના સદસ્યો ,મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીશ્રી અનિલભાઈ રાઠોડ, હીરાભાઈ મૂછાળ અને આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આજના આ સમગ્ર કાર્યક્રમનુ સફળ આયોજન અને સંચાલન નાયબ નિયામકશ્રી કે.વી.ભરખડાના માર્ગદર્શનમા આદર્શ નિવાસી શાળાના સમગ્ર સ્ટાફ,વ્યાયામ શિક્ષક અને આઝાદ ક્લબના પ્રમુખ ડૉ. હમિરસિંહ વાળા દ્વારા કરવામાં આવ્યું હતુ…

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]
Back to top button