GUJARATMEHSANAVIJAPUR

Vijapur : વિજાપુર જેપુર ગામે હડકવા રસી અંતર્ગત માર્ગદર્શન શિબિર યોજાઈ

વિજાપુર જેપુર ગામે હડકવા રસી અંતર્ગત માર્ગદર્શન શિબિર યોજાઈ
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના જેપુર ગામે હડકવા રસી માટે નું માર્ગદર્શન શિબિરનું આરોગ્ય વિભાગ દ્વારા અયોજન કરવામાં આવ્યું હતુ હડકવા કેવી રીતે થાય અને તેના માટે કયો ઉપાય છે તેનું માર્ગદર્શન જિલ્લા એપેડેમિક મેડિકલ ઓફિસર ડો વિનોદભાઈ પટેલ અને તાલુકા હેલ્થ કચેરી જેપૂર હેલ્થ એન્ડ વેલનેસ્ સેન્ટર મુકામે મેડિકલ ઓફીસર ફલૂ અને આયુષ મેડિકલ ઓફિસર ફલૂ દ્રારા ગ્રામજનો ને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં રખડતા પ્રાણીઓ જેવા કે કૂતરા બિલાડી વાંદરા કરડવાથી હડકવા નો રોગ થાય છે જ્યારે આવું રખડતું પ્રાણી કરડે ત્યારે જે જગ્યાએ કરડું હોય તે ભાગ ને સાબુ પાણી થી ધોઈ નાખવો જોઈએ.તેમજ નજીક ના દવાખાને જઈ ને હડકવા વિરોધી રસી અને ધનુર ની રસી નિયમ મુજબ ફરજિયાત અપાવવી જોઈએ. હડકવા ઉપડ્યા પછી આ રોગ ની કોઈ દવા ઉપલબ્ધ નથી જેથી આવા જાનવરો થી બચવા અને ભોગ બનેલા વ્યક્તિ એ સત્વરે સારવાર લેવી તે અંતર્ગત ગ્રામજનો ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ તેમજ બેનર અને પોસ્ટર પ્રદશિત કરી ને જન જાગૃતિ લાવવાનો પ્રયાસ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો

[wptube id="1252022"]
Back to top button