
28 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
22મી સપ્ટેમ્બરના રોજ જિલ્લા રમત ગમત સંકુલ, ગઢ મુકામે અન્ડર – 17 બહેનોની બાસ્કેટબોલની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સમગ્ર જિલ્લામાં શ્રી એમ.બી.કર્ણાવત હાઇસ્કુલ, પાલનપુર ચેમ્પિયન બની હતી. ટીમની પાંચ ખેલાડીઓ જેમાં કર્ણાવત ઋત્વી, ગામી નીમા , ગાંભવા સ્વીટી, ચૌહાણ દ્રષ્ટિ, પટેલ જીયા રાજ્યકક્ષાએ પસંદગી પામી છે. આગામી સમયમાં તેઓ રાજ્ય કક્ષાની બાસ્કેટબોલની સ્પર્ધામાં ભાગ લેવા માટે પાટણ મુકામે જશે. ચેમ્પિયન બનેલ સમગ્ર ટીમને તેમજ તેમના કોચશ્રી જબ્બરસિંગ રાણાને કર્ણાવત શાળાના આચાર્યશ્રી ભરતભાઈ જગાણીયા તથા સંસ્થાના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ કર્ણાવત દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. રાજ્યકક્ષાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા અને સંસ્થાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.
[wptube id="1252022"]





