KUTCHMANDAVI

Mandavi : માંડવી તાલુકાના બિદડામાં યુવકે પરિણીતા પર અઢી વર્ષ સુધી વારંવાર દુષ્કર્મ ગુજાયું

૨૮-સપ્ટે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી કચ્છ :- માંડવી તાલુકાના બીદડા ગામે રહેતા યુવકે પરણીત મહિલાના પોતાના મોબાઇલમાં નગ્ન ફોટા પાડી વાયરલ કરી દેવાની ધમકી આપીને છેલ્લા અઢી વર્ષથી વારંવાર દુષ્કર્મ ગુજારતાં ભોગબનારે આરોપી વિરૂધ કોડાય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.આરોપીએ પોતાના મોબાઇલમાં નગ્ન ફોટા પાડીને તે વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરાયાની ફરિયાદ, કોડાય પોલીસની તપાસ પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ભોગબનાર ૨૬ વર્ષીય પરણીત મહિલાની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, બીદડા ગામે રહેતા મેહુલ રતીલાલ સંઘાર નામના યુવકે ફરિયાદી મહિલાના પોતાના મોબાઇલ પર નગ્ન ફોટા પાડી લીધા હતા.તે ફરિયાદી મહિલાને બતાવીને ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપીને છેલ્લા અઢી વર્ષ સુધી ફરિયાદી મહિલાની મરજી વિરૂધ અવાર નવાર બળજબરીથી શારિરીક સબંધ બાંધ્યો હતો. આરોપીથી યુવકથી ત્રસ્ત થઇને ભોગબનાર મહિલાએ કોડાય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કોડાય પોલીસે આરોપી સામે ગુનો નોંધીને ઝડપી લેવા આગળની તપાસ ઇન્ચાર્જ પીએસઆઇ યુ.કે.યાદવે હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button