કેશોદના માંગરોળ રોડ પર આવેલ પીપલીયાનગર વિસ્તારમાં શ્રેયસ સ્કુલ વાળી શેરીમાં ન્યુ ગજાનન ગૃપ દ્વારા ધામધૂમથી ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ન્યૂ ગજાનન ગૃપ આયોજીત ગણેશોત્સવ માં આસપાસના રહીશો ઉપરાંત શહેરના ભાવિકો ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને દશ દિવસ સુધી ચાલતાં ગણેશોત્સવ માં ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો માં સહભાગી બની ગજાનન ગણપતિ દાદાની પુજા અર્ચના મહાઆરતી નો લ્હાવો મેળવે છે. કેશોદના પીપલીયાનગર વિસ્તારમાં યોજાયેલા ગણેશોત્સવ માં ન્યુ ગજાનન ગૃપ નાં કાર્યકરો દ્વારા બાળકો માટે જુદી જુદી રમતોની હરિફાઈ યોજી પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવે છે. કેશોદ ના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહી ન્યુ ગજાનન ગણપતિ મહોત્સવના બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતાં.
રિપોર્ટ :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]









