સમગ્ર દેશમાં ગજાનન ગણપતિ દાદાની મૂર્તિઓ સ્થાપિત કરી દશ દિવસ સુધી ભાવિકો ભકતો શ્રધ્ધાપૂર્વક ગજાનન ગણપતિ દાદાની પુજા અર્ચના કરી મનોવાંછિત ફળ મેળવે છે. કેશોદ શહેર તાલુકામાં સો થી વધારે સ્થળોએ ગણેશોત્સવ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે કેશોદના માંગરોળ રોડ પર આવેલ આલાપ કોલોની મા બાલાજી ગૃપ દ્વારા ગણેશોત્સવ વર્ષોથી સુંદર આકર્ષક કલાત્મક ગણપતિ દાદાની શાસ્ત્રોકત વિધિ સાથે સ્થાપના કરવામાં આવી છે. દરરોજ રાત્રે મહાઆરતી બાદ બાળકોને વિવિધ રમતગમત ઉપરાંત સાસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે. કેશોદના આલાપ કોલોની મા યોજવામાં આવેલ ગણેશોત્સવ થી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે.
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]









