કેશોદના હાઈવે રોડ પર સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો માં હાઈવે પર ઉભી રહી વાહનચાલકોને રોકી પૈસા ની માગણીઓ કરતી હોય ત્યારે વાહનચાલક ના પાડે તો આઠેક જેટલી યુવતીઓ એકઠી થઈ ને કાયદાની ચુગાલ મા ફસાવી દેવાની ધમકી આપતી હોય છે આવી યુવતીઓ કેશોદના હાઈવે રોડ પર હોવાની માહિતી કેશોદ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતાં કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેકટર બી.બી.કોળી એ કેશોદ પોલીસ સ્ટેશન ના વુમન હેડ કોન્સ્ટેબલ શીતલબેન બી પરમાર, ચુડાસમા શ્રધ્ધાબેન ભીખુભાઈ, વાળા ગીતાબેન જેઠાભાઈ સહિત પોલીસ સ્ટાફ સાથે પહોંચતા જીન્સ ટીશર્ટ, હાફ સ્કર્ટ પહેરેલી આઠેક છોકરીઓ વાહનચાલકોને રોકી પૈસા ઉઘરાવી રહી હોય અને કોઈ સંસ્થા ની રસીદો કે કોઈ સંસ્થાઓ ની બાહેંધરી પત્ર કે નિયુક્ત પત્ર ન હોય શંકાસ્પદ જણાઈ આવતાં કેશોદ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યાં હતાં. કેશોદ પોલીસ સ્ટેશન ના વુમન હેડ કોન્સ્ટેબલ શીતલબેન પરમાર, ચુડાસમા શ્રધ્ધાબેન ભીખુભાઈ, વાળા ગીતાબેન જેઠાભાઈ દ્વારા પુછપરછ કરતાં અમદાવાદ ની માલાબેન રાજુભાઈ, કંચનબેન મક્કાલાલ, હેમાબેન ધિરજભાઈ, રેતુબેન રમેશભાઈ, જ્યોતિબેન શાંતિલાલ, ભાવનાબેન રમેશભાઈ, કાજલબેન ધિરજભાઈ, ડોલી વનરાજભાઈ ની અટક કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને કેશોદ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવેલ યુવતીઓ છારા ગેંગ સાથે સંકળાયેલી છે કે કેશોદ પંથકમા કોઈ મોટી ચોરી કે ધાડ પાડવાની પેરવી કરી રહ્યાં હતાં કે કેમ એ બાબતે પોલીસ તપાસ હાથ ધરી છે
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










